બાયડના લડાયક ધારાસભ્યને ફેસબુક પર મોતના સોદાગર કેમ કહ્યાં, ફરિયાદ કરી

PC: facebook.com/dhavalsinh.zala.56232

બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સામે ફેસબુકમાં મોતના સોદાગર જેવા શબ્દો લખીને પોસ્ટ મૂકાતાં વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના આ ધારાસભ્ય સામે ખોટી પોસ્ટ મૂકવામાં આવતાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સામે આવી વિગતો મૂક્યા બાદ તેમની માનસિક હેરાનગતિ થઈ હોવાનું તેમનું તેઓ માને છે તેથી પોલીસને તેમણે અરજી કરી છે. કઠલાલના દિલીપ પરમાર નામના માણસે આ પ્રકારની પોસ્ટ મૂકી છે. સાયબર ક્રાઈમ તપાસ કરશે એવું પોલીસે તેમને જણાવ્યું છે.

ધવલસિંહ ઝાલા સમાજ વિરોધી તત્ત્વો સામે સતત લડતાં રહ્યાં છે. તેથી ઘણાં લોકોને તેમની આ લડાયક વૃત્તિ પસંદ નથી પડતી, તેના કેટલાંક દાખલાઓ પણ અગાઉ બહાર આવ્યા છે.
1 એપ્રિલ, 2018મા કોંગ્રેસના આ ધારાસભ્યએ એક વેપારીનો કેસ હાથ પર લીધો હતો. ભાજપ રાજકીય કિન્નાખોરી રાખવામાં માહેર છે. તેની સામે કોઈ બોલે, લખે, કામ કરે તો તેમને ખતમ કરી દેવામાં આવે છે. તે જો કોઈ બીજા ગુનામાં ન આવે તો તેમની સામે આખરે દારૂનો કેસ કરી દેવામાં આવે છે. આવા તો અનેક દાખલા બન્યા છે. પણ મોડાસાના માલપુર જેના નાના ગામમાં પોલીસે રાજકીય નેતાઓની સૂચનાથી એક વેપારી સામે દારૂનો કેસ કરી દઈને તેમને ફીટ કરી દેવાતાં આખું ગામ સજ્જડ બંધ રહ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આખી ઘટના અંગે વિરોધ કરીને આખી ઘટનાની તપાસ CBI દ્વારા થાય એવી માગણી કરી છે. તેમનું કહેવું છે કે, આખું ગામ બંધ રહ્યું છે. કોઈ વેપારી સામે સરકાર રાજકીય કિન્નાખોરીથી વર્તે તે બરાબર નથી. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વેપારી તરફી સમર્થન આપત્તા આ મામલે ગરમાવો પેદા થઈ જવા પામ્યો છે.

વિધાનસભા ગૃહમાં રાજ્યના કેવા પ્રકારના ગુનામાં FSL મદદ કરી રહી છે તેવો સવાલ કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યો હતો. જેનો જવાબ ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આપી રહ્યા હતા. એ દરમિયાન ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે કાર્તિ ચિદમ્બરમનો ઉલ્લેખ કરતા માહોલ ગરમાયો હતો. ગૃહરાજ્યપ્રધાને કહ્યું કે કાર્તિના કેસની તપાસ કરવા પણ FSL સક્ષમ છે. તો કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપના મોટા નેતાનું નામ લેતા જ બંને પક્ષો વચ્ચે ભારે આક્ષેપબાજી થઈ હતી. તેથી ઝાલાના કારણે પ્રતિપક્ષ કાયમ પરેશાન રહેતો આવ્યો છે.

વાત્રક જળાશયમાંથી ગેરકાયદેસર રીતે માછલાઓની ચોરી કરી સૂકવી 13 કોથળા ભરી ટ્રેકટર દ્વારા લઈ જવાતી હોવાના કૌભાંડનો બાયડના ધારાસભ્ય ઝાલાએ પકડી પાડ્યું હતું. ગેરકાયદે માછલા કાઢવામાં આવતા હોવાની અને કેટલાય પરિવારોની રોજીરોટી છીનવાતી હોવાની ફરિયાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ઉઠાવી હતી. આ ધારાસભ્ય દ્વારા જળાશયમાંથી મોટાપાયે કરાતા માછલી ચોરી કૌભાંડ અંગે પણ આવેદનપત્ર અપાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp