ઈરમા વાવાઝોડામાં ગુજરાતી પરિવાર ગૂમ, શોધખોળ ચાલુ

PC: floodlist.com

ક્યુબામાં તબાહી સર્જનારા ઈરમા વાવાઝોડામાં ગુજરાતી પરિવાર ગૂમ થયો હોવાનું જણવા મળી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ઈરમાની તબાહીમાં ક્યુબામાં અત્યાર સુધી 15 વ્યક્તિનાં મોત થયાનું કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ગુજરાતી રામાણી પરિવારની હજુ સુધી કોઈ ભાળ મળી ન હોવાનું અમદાવાદ સ્થિત પરિવારનાં સદસ્યોએ જણાવ્યું છે. ક્યુબા પાસે આવેલા સેન્ટ માર્ટીન ટાપુ પર વાવાઝોડાએ ભારે ખાનાખરાબી સર્જી દીધી છે.

આ અંગે રામાણી પરિવારનાં કાકી પુષ્પા સાગરે જણાવ્યું હતું કે સેન્ટ માર્ટીન ટાપુમા ચંદન રામાણી અને પ્રીતી રામાણી તેમજ તેમનાં સંતાનો નામે ધ્રિતી (10) અને ક્રિતી(8) રહે છે. 6 સપ્ટેમ્બરે ચંદન અને પ્રીતી સાથે છેલ્લી વાત થઈ હતી. તે વખતે તેમણે કાકી પુષ્પાને કહ્યું હતું વાવાઝોડું અમારી સિટી સુધી પહોંચી ગયું છે. ભારે મુશ્કેલી થઈ રહી છે. ચીજ વસ્તુઓની પણ અછત સર્જાઈ છે. આ ફોન કોલ બાદ રામાણી પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. તેમનો કોન્ટેક્ટ કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ રિસપોન્સ મળી રહ્યો નથી.

ચંદન રામાણી ક્યુબામાં આઠ વર્ષ પહેલા ગયા હતા. ત્યા તેઓ પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. રામાણી દંપતિ અને તેમનાં બન્ને બાળકોનો કોઈ પતો લાગી રહ્યો ન હોવાથી ગુજરાતમાં તેમના કુટુંબીજનો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. કુટુંબીજનોએ પીએમ મોદી અને વિદેશમંત્રી સુષમા સ્વરાજ સમક્ષ લાપતા બનેલા ગુજરાતી પરિવારને શોધવા માટેની અપીલ કરી છે. સરકારે ક્યુબામાં ભારતીય એમ્બેસી પાસે રિપોર્ટ મંગાવ્યો છે. જોકે, સરકાર તરફથી પરિવારજનોને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp