કોરોના વાયરસથી બચવા આ મહિલાએ શાકભાજી, ચલણી નોટ પણ સેનેટાઇઝ કરી દીધી

PC: google.com

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને કારણે દેહશતનો માહોલ છે ત્યારે દરેક વસ્તુઓમાં સાવધાની વર્તાય એનું લોકો ખાસ ધ્યાન રાખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની રમૂજ ફોરવર્ડ થઈ રહી છે. બીજી તરફ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. ઘરમાં બેસીને પણ લોકો કેટલીક સર્જનાત્મક પ્રવૃતિઓ કરતા હોય છે. પરંતુ, એક મમ્મીએ પોતાના પરિવારની સુરક્ષા માટે રાશનથી લઈને તમામ વસ્તુઓ સેનિટાઈઝ કરવા માટે બાથટબમાં નાંખી દીધી હતી.

Evie Lancaster નામની એક મહિલાએ પોતાના ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, આ વૈશ્વિક મહામારી દરમિયાન તમારે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પણ મારી મમ્મીએ તો તમામ વસ્તુઓને સેનિટાઈઝ કરવા માટે તેને બાથટબમાં નાંખી દીધી હતી. એવું લાગે છે કે, તે તમામ વસ્તુઓને સ્નાન કરાવી રહી છે. બેસ્કલીએ જણાવ્યું હતું કે, એમની મમ્મી એવીએ રાશન અને ગ્રોસરીનો સામાન પણ બાથટબમાં સેનિટાઈઝ કરવા માટે નાંખી દીધો હતો.

એટલું જ નહીં એની સાથે શાકભાજી અને ફળફ્રુટ પણ બાથટબમાં નાંખી દીધા હતા. બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે પોતાની કરંસીને ઈસ્ત્રી કરીને ઉપયોગમાં લઈ રહ્યા છે. જેથી એમાંથી પણ કોઈ પ્રકારનો ચેપ ન લાગે

આટલું જ નહીં કોરોના વાયરસથી બચવા માટે લોકો પોતાના ઘરમાં પડેલા સામાનને પણ સેનિટાઈઝ કરી રહ્યા છે. જેથી બીજી વસ્તુઓના ઉપયોગ વખતે પણ કોઈ પ્રકારનો ચેપ ન લાગે. કોરોના વાયરસને કારણે લોકો જે તે વસ્તુઓ પ્રત્યે સજાગ થયા છે પણ આ પ્રકારની પ્રવૃતિ ખરેખર હાસ્ય પ્રેરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp