દિવસમાં 3 ટાઇમ ડોગફૂડ ખાતો વ્યક્તિ ઘરમાં અનાજ નહીં ડોગફૂડ ભરાવે છે, જાણો કારણ

PC: pond5.com

હાલના સમયમાં પ્રાણીઓ સાથે ભલે માણસો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે, તેમને ભલે એક જેવી ટ્રીટમેન્ટ મળવા લાગી છે, તેમને ભલે એક જેવી જગ્યા અને સુવિધાઓ મળવા લાગી છે, પણ એ સત્ય છે કે, તેમની ખાવા-પીવાની આદતો અને પાચન શક્તિમાં મોટું અંતર હોય છે. તેનું એ જ કારણ છે કે, જાનવરોનો અને માણસોનો ખોરાક અલગ હોય છે. એવામાં વિચારીએ તો માણસ કૂતરા અને બિલાડીઓનું ખાવાનું ખાય તો તેની શું હાલત થઇ શકે.

યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ રેડિટ પર કહ્યું કે, તે રોજ દિવસમાં 3 વખત સામાન્ય ખોરાકની જગ્યા પર કૂતરાઓનું ખાવાનું ખાય છે. કારણ કે તે માણસોનું ખાવાનું ખરીદી નથી શકતો અને હવે તેને કૂતરાના ખોરાકની આદત પડી ગઇ છે. છોકરાએ કહ્યું કે, તે નાસ્તા, ડિનર અને સ્નેક્સના સમયે ડોગ ફૂડ જ ખાય છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, છોકરાએ પોતે જ રેડિટ પર લખ્યું છે કે, તે એક મોટો વાડકો ભરીને કુતરાઓનું ખાવાનું ખાઇ જાતો હતો. જોકે, તેમાં તેને કોઇ ટેસ્ટ મળ્યો નહોતો. તેણે કહ્યું કે તે કૂતરાઓનું ડ્રાઇ ફૂડ ખાય છે, અત્યાર સુધી તેણે કોઇ કૂતરાઓનો લીલો ખોરાક લીધો નથી. પહેલા તો તેના રૂમ મેટ્સને પણ આ વાતની ખબર નહોતી પડી. પણ તેના રૂમમાં અનાજની જગ્યા પર ડોગ ફૂડના પેકેટ્સ જ દેખાતા હતાં અને તેના મિત્રોને શંકા પડી. આખરે તેમણે તેના એક મિત્રને આ વિશે કહ્યું તો તેઓ પણ ચોંકી ઉઠ્યા. તેના મિત્રએ તેને પછ્યું કે, ડોગફૂડથી તેના સ્વાસ્થ્યને કોઇ ખોટી અસર તો નથી થતી ને?

તે યુવાનના જણાવ્યા અનુસાર, પૈસાની તકલીફના કારણે તેણે આમ કર્યું હતું. જોકે, છોકરાના આ નિવેદન પર યુઝર્સે કોમેન્ટ કરી કે માણસોના ખોરાક અને કૂતરાઓના ખોરાકના ભાવ વચ્ચે કેટલું અંતર હશે? કેટલાક યુઝરે તેને ખરાબ સમયમાં ફૂડ બેન્કમાં જવાની સલાહ આપી હતી. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે, સસ્તા ડોગ ફૂડમાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે માણસોની પાચન શક્તિ માટે સારી નથી. વધુ પડતા લોકોએ તેને કહ્યું કે, સસ્તા ડોગફૂડમાં હાડકાંઓ અને અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે માણસોને નુકસાન પહોંચાડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp