આ રેસ્ટોરાં ખવડાવે છે મફતમાં બિરિયાની, પણ શરત એ છે કે...

PC: langimg.com

સામાન્ય રીતે કોઈ બિન સરકારી સંસ્થા લોકોને જાગૃત કરવા માટે કોઈ ચોક્કસ વિષયને લઈને કામ કરતી હોય છે. પણ ધીમે ધીમે બદલાતા ટ્રેન્ડ અનુસાર હોટેસ અને રેસ્ટોરાં સેક્ટર પણ લોક જાગૃતિની અપીલ કરી રહ્યા છે. સાથોસાથ પોતાની જે તે ઓફર્સનો લાભ પણ આપી રહ્યા છે. જે માનવતાના કામ માટે કોઈ કિંમત પણ વસુલવામાં આવતી નથી. કર્ણાટકના મહાનગર મેંગ્લુરુમાં એક એવું રેસ્ટોરાં છે જે મફતમાં બિરિયાની આપે છે. પણ એની શરત એ છે કે, તમે બ્લડ ડૉનર હોવા જોઈએ. અહીં જે બ્લડ ડૉનર આવે છે તેને ફ્રીમાં જે ભાવે એ ફ્લેવરની બિરિયાની પિરસવામાં આવે છે.

લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવા માટે એક અનોખો રસ્તો આ રેસ્ટોરાંના માલિકે અપનાવ્યો છે. તે બ્લડ બેન્ક સાથે રહીને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. તા. 26મી જાન્યુઆરી અને 14મી ફેબ્રુઆરી જેવા દિવસે આ કેમ્પનું આયોજન થાય છે. રેસ્ટોરાંમાં એક બિરિયાની લૉન્જ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર રેસ્ટોરાં KMC બ્લડ બેન્ક સાથે રહીને કામ કરે છે. છેલ્લા છ વર્ષથી તે આ કોન્સેપ્ટ પર કામ કરે છે અને યુવાનોને રક્તદાન કરવા માટે પ્રેરે છે. ઉત્ડા માને રેસ્ટોરાંના માલિકે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ યુવાનો સાથે રક્તદાનની ચર્ચા કરીએ છીએ અને પછી રક્તાદાન કરવા માટે અપીલ કરીએ છે. આ કોન્સેપ્ટ યુવાનોમાંથી યુવાનો માટે જ મળ્યો છે. છ વર્ષ પહેલા એક અન્ય રાજ્યમાંથી દર્દી પોતાના પિતાની હાર્ટ સર્જરી માટે અહીં આવ્યો હતો.

એ સમયે દર્દીને એ પોઝિટિવ બ્લડની ખૂબ જ જરૂર હતી. એના માટે હું પણ ખૂબ દોડ્યો અને રક્તની શોધ શરૂ કરી. એ સમયે અહીં રેસ્ટોરાંમાં ત્રણ ચાર યુવાનો આવ્યા હતા અને તેઓ બ્લડ આપવા માટે તૈયાર થયા. પછી તેઓ બ્લડ બેન્ક ગયા અને રક્તદાન કર્યું. બીજા દિવસે એ યુવાનો ફરી રેસ્ટોરાંમાં જમવા માટે આવ્યા ત્યારે કોઈની મદદ કર્યાનો મને અને એ ગ્રૂપને આનંદ થયો. પછી એ તમામ બ્લડ ડોનરોએ ફ્રીમાં બિરિયાની ખવડાવવાનું શરુ કર્યું. જેના પ્રથમ લાભાર્થી એ યુવાનો જ હતા. જે રક્તદાન કરીને આવ્યા હતા. એક બ્લડ ડોનરે જણાવ્યું હતું કે, આ કોન્સેપ્ટથી ઘણા બધા યુવાનો પ્રભાવિત થયા છે અને રક્તદાન કરતા થયા છે. માત્ર બ્લડ ડૉનરને જ નહીં પણ અનાથ બાળકો અને દિવ્યાંગ બાળકોને પણ તે ફ્રીમાં જમાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp