આફ્રિકાના સપોર્ટમાં MBA ચાવાળો, છતા લોકોએ કહે- આને ભારત રત્ન આપો

PC: linkedin.com

T20 વર્લ્ડ કપ 2024 હવે અંતિમ ચરણમાં આવી પહોંચ્યો છે. ભારતીય ટીમે સેમીફાઇનલમાં ઇંગ્લિશ ટીમને હરાવી અને ત્રીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી. હવે ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકન ટીમ વ આજે રમાશે. આ દરમિયાન MBA ચાયવાલાનો ફાઉન્ડર પ્રફુલ બિલ્લોરે ખૂબ લાઇમલાઇટ મેળવી રહ્યો છે. અજીબ વાત છે કે પ્રફુલ પોતાના સોશિયલ મીડિયા પર દક્ષિણ આફ્રિકાના સપોર્ટમાં પોસ્ટ નાખી રહ્યો છે અને ભારતીય લોકો તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે. આવો અમે જણાવીએ તેની પાછળનું કારણ.

પ્રફુલ બિલ્લોરેને સોશિયલ મીડિયા પર લોકો પનોતી ઉપનામ આપે છે. તેનું મોટું કારણ છે કે ગત દિવસોમાં તેણે જેને સપોર્ટ કર્યા કે પછી જે કોઈ સાથે પોતાની તસવીર શેર કરે છે તેની સાથે કંઈક ખરાબ જ થઈ ગયું. ખાસ કરીને ક્રિકેટની વાત કરીએ તો પ્રફુલે જે ટીમને સપોર્ટ કરી છે, તેને હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી પહેલા આ બધુ ક્રિકેટર સૂર્યકુમાર યાદવ સાથે વાયરલ સેલ્ફી બાદ શરૂ થયું.

બિલ્લોરેએ 21 જૂને X પર ભારતના 360 ડિગ્રી બેટ્સમેન સાથે એક ઇન ફ્લાઇટ સેલ્ફી શેર કરી હતી. આગામી દિવસે સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની T20 મેચમાં માત્ર 6 રન બનાવ્યા અને આઉટ થઈ ગયો. ત્યારબાદ લોકોએ બિલ્લોરેને પનોતીના મેણાં મારીને ટ્રોલ કરવાનો શરૂ કરી દીધો. લોકો એડિટિંગના માધ્યમથી બિલ્લોરેની તસવીરને એ ટીમના ખેલાડી સાથે જોડીને શેર કરવા લાગ્યા જેની વિરુદ્ધ ભારતની મેચ થવાની હતી.

હવે પ્રફુલ ખોટું માનવાની જગ્યાએ ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ જીતાડવાના ઇરાદે એવી તસવીર શેર કરી રહ્યા છે. T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ અગાઉ તેણે પોતાની એક તસવીર ઇંગ્લેન્ડની ટીમ સાથે જોડીને શેર કરી દીધી હતી અને કમાલ છે હકીકતમાં ભારતે ઇંગ્લેન્ડને સેમીફાઇનલમાં હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી એટલે એક પ્રકારે ભારતીય ટીમની જીત માટે તે પોતાને જ ટ્રોલ કરી રહ્યો છે.

તેને હવે ફાઇનલમાં ભારતની જીત માટે ટ્વીટર પર દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ સાથે ઘણા ફોટો લગાવી દીધા છે. તસવીરો સાથે તે કેપ્શનમાં લખે છે આઈ સપોર્ટ દક્ષિણ આફ્રિકા. લોકો આ તસવીરો પર કમેન્ટ કરતાં થાકી રહ્યા નથી. એક યુઝરે લખ્યું કે, ‘આજે તો ભારતની જીત નક્કી છે.’ એક વ્યક્તિએ કહ્યું કે, સૂર્યકુમારની તસવીરવાળી પોસ્ટ પર ગમે તેમ કહેવા માટે માફ કરજે દોસ્ત.

એક યુઝરે મજા લેતા લખ્યું કે, અને કહેવાય છે કે શક્તિઓનો સાચો ઉપયોગ. એક અન્યએ લખ્યું કે, ભાઈ તું જ સાચો દેશભક્ત છે. અન્ય એક યુઝરે લખ્યું કે, આને કહેવાય લોકોના મેણાંને પણ સકારાત્મક રીતે લેવાનો.  એક યુઝરે મીમ શેર કરતાં પરેશ રાવલનો ડાયલોગ લખ્યો ‘મેં તેરે કો હરામી સમજતા થા, તું તો રામ નિકલા, દેવ માણુસ નિકલા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp