ઝારખંડમાં છે અસૂરોનાં વશંજો, દુર્ગા પૂજાનાં દિવસે પ્રકોપથી બચવા ઘરમાં રહે છે કેદ

PC: dainikbhaskar.com

દેવી દુર્ગાનાં મહિષાસુર વધ સાથે દુર્ગા પૂજા ઉત્સવની શરૂઆત થઈ હતી, આ વાત સૌ કોઈ જાણે છે. દર વર્ષે આસો નવરાત્રિનાં નવ દિવસ આ જ અસૂર વધને યાદ કરીને ઉત્સવ મનાવવામાં આવે છે અને દસમાં દિવસે અસૂરરાજ રાવણનાં વધની યાદમાં દશેરો મનાવવામાં આવે છે. આપણા માટે તો આ અસૂર વધ ઉત્સવ છે, પરંતુ અસૂરોનાં પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીને જૂઓ. તમે કદાચ એવું વિચારતા હશો કે આજનાં જમાનામાં અસૂરો ક્યાં છે, તો ચાલો તમારી ઝારખંડમાં રહેતા અસૂરો સાથે મુલાકાત કરાવીએ. આ અસૂર પ્રજાતિ, રાજ્યની લુપ્ત પ્રાય પ્રજાતિઓમાંથી એક છે. રાજ્યનાં ચાર જિલ્લા ગઢવા, પલામૂ, લાતેહાર અને લોહરદગામાં આ જનજાતિનાં થોડાંક જ પરિવારો બચ્યાં છે. આ પરિવાર પ્રકૃતિની પૂજા કરે છે, સામાન્ય જીવન જીવે છે, પરંતુ દુર્ગા પૂજાનો ઉત્સવ મનાવતા નથી. દશેરાનાં દિવસે તો તેઓ ઘરની બહાર પણ નીકળતા નથી. આજે પણ આ જનજાતિની માન્યતા છે કે જો દુર્ગા પૂજા કરીશું તો પરિવાર પર આફત આવશે અને દૈવીય પ્રકોપથી મૃત્યુ થઈ જશે. જોકે, લોહરદગામાં વસતાં અસૂર પરિવારોએ હવે આ પ્રથા છોડી દીધી છે. પરંતુ, અન્ય જગ્યાઓએ વસતાં અસૂર પરિવારો આજે પણ આ પ્રથાને અનુસરે છે.

લાતેહાર શહેરથી 125 કિલોમીટર દૂર મહુઆડાંડ઼ પ્રખંડનાં નેતરહાટ પંચાયતમાં પહાડોની તળેટીમાં વસતાં હુસમ્બૂ ડોડ઼ીકોના ગામમાં અસૂર જનજાતિનાં 42 પરિવારો રહે છે. તેમની કુલ વસતિ 250 જેટલી છે. આ અંગે અસૂરોએ જણાવ્યું હતું કે, પૂર્વજો દ્વારા જ દુર્ગા પૂજા ન મનાવવાની પરંપરા રહી છે. તેઓ માનતા હતાં કે જો ઉત્સવ મનાવીશું તો દૈવીય પ્રકોપને કારણે મૃત્યુ થઈ જશે. જોકે, આજનાં અસૂરો માને છે કે, હવે એવું કશું નથી. વિજયાદશમીનાં બીજા દિવસે તેઓ દશેરા કરમ પર્વ મનાવે છે. આ ગામમાં એક પ્રાથમિક શાળા છે. પાંચ છોકરાંઓ ઈન્ટરનો અભ્યાસ કરી રહ્યાં છે, જ્યારે છ છોકરીઓ નવમાં અને દશમાં ધોરણમાં મહુઆડાંડની કસ્તૂરબા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. પુરુષો ગુમલાની ગુદગુરી બોક્સાઈટ માઈન્સમાં મજૂરી કરે છે, જ્યારે મહિલાઓ સ્થાનિક બજારોમાં જંગલી ફળો વેચે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp