12 વર્ષની કામ્યા 6962 મીટર ઊંચો માઉન્ટ એકાંકાગુઆ સર કરનારી સૌથી યુવા પર્વતારોહી

PC: thebridge.in

12 વર્ષીય વિદ્યાર્થીની કામ્યા કાર્તિકેયન માઉન્ટ એકાંકાગુઆ ચઢનારી દુનિયાની સૌથી યુવા પર્વતારોહી બની ગઇ છે. આર્જેન્ટીનાની એન્ડીજ પર્વતમાળામાં સ્થિત માઉન્ટ એકાંકાગુઆ દક્ષિણ અમેરિકા મહાદ્વિપનો સૌથી ઊંચો પર્વત છે. અધિકારીઓએ કહ્યું હતું કે, તેમણે 1 ફેબ્રુઆરીએ 6962 મીટર ઊંચા પર્વત પર તિરંગો લહેરાવ્યો હતો. કામ્યા મુંબઇની નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં સાતમાં ધોરણની વિદ્યાર્થીની છે.

કામ્યાએ 24 ઓગસ્ટ, 2019ના રોજ લદ્દાખમાં 6260 મીટર ઊંચા માઉન્ટ મેન્ટોક કાંગ્રી દ્વિતિય પર ચઢાણ પૂર્ણ કર્યું હતું. એવું કરનારી તે સૌથી યુવાન પર્વતારોહી છે. અભિયાન સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે, વર્ષોની શારીરિક અને માનસિક તૈયારીની સાથે સાહસિક રમતોમાં નિયમિત ભાગીદારીએ કામ્યાને વિષમ પરિસ્થિતિઓમાં ચઢાણ ચઢાવવામાં મદદ કરી હતી. કામ્યાના પિતા એસ. કાર્તિકેયન ભારતીય સેનાના કમાન્ડર છે, જ્યારે તેની માતા લાવણ્યા શિક્ષિકા છે.

કામ્યા જ્યારે 3 વર્ષની હતી ત્યારે તેમણે લુણાવાડા (પૂણે)માં બેઝિક ટ્રેક પર ચઢવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 9 વર્ષની થઇ ત્યારે તેણે માતા-પિતા સાથે હિમાલયના ઊંચા પર્વતો સર કર્યા હતા. તેમા ઉત્તરાખંડનો રૂપ કુંડ પણ સામેલ છે. એક વર્ષ બાદ તે નેપાળમાં એવરેસ્ટ બેઝ કેમ્પ (5346 મીટર) પહોંચી હતી. ત્યારબાદ વર્ષ 2019માં લદ્દાખના માઉન્ટ સ્ટોક કાંગ્રી (6153 મીટર) પર ચઢાણ કર્યું હતું.

કામ્યાએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ કિલિમન્જારો (5895 મીટર) અને ઓસ્ટ્રેલિયાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ કોસુજ્કો (2228 મીટર) પર પણ ચઢાણ કરવામાં સફળતા મેળવી હતી. તે આવતા વર્ષે એક્સપ્લોરર્સ ગ્રાન્ડ સ્લેમને પૂર્ણ કરવા માંગે છે. તે માટે તેણે બધા મહાદ્વીપોના સૌથી ઊંચા પર્વત પર ચઢાણ કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp