આ વ્યક્તિની ઓટો રિક્ષા રાત્રે બની જાય છે એમ્બ્યુલન્સ

PC: ndtv.com

અંગ્રેજીમાં કહેવત છે ને કે, A friend in need, is a friend indeed.” આ કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ છે કર્ણાટકમાં રહેતા ઓટો-ડ્રાઈવર મંજુનાથ નીનગપ્પા પુજારી. આ ઓલા ઓટો-ડ્રાઈવર રોજ સવારના 9 થી સાંજના 5 સુધી ઓટો ચલાવે છે અને પછીના સમયમાં ઈમરજન્સી સિચ્યુએશનમાં જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં ઓટો સર્વિસ પૂરી પાડે છે.

Today had a Ola auto ( Manjunath Ningappa Pujari ) ride and happened to meet this interesting person who works with the...

Posted by All About Belgaum.com on Sunday, 10 September 2017

કોઈ પણ તેને રાતના ગમે તે સમયે ફોન કરીને બોલાવી શકે છે અને તે તેમની મદદ કરવા માટે તરત હાજર પણ થઈ જાય છે. આ સિવાય તે તેની આવકમાંનો અનુક હિસ્સો શેલ્ટર હોમના જરૂરિયાતમંદો માટે પણ વાપરે છે.
આ અંગે મંજુનાથનું કહવું છે કે, 'એક વર્ષ પહેલા મેં આ કામ શરૂ કર્યું હતું. મને આવું કામ કરવાની ઘણી ખુશી છે. માને પહેલેથી સમાજ સેવા કરવાની ઈચ્છા હતી અને હવે હું તે કરી રહ્યો છું અને મને તેની ઘણી ખુશી છે.'

મંજુનાથ જેવા લોકો ઘણા ઓછા છે પરંતુ છે ખરા. મંજુનાથ જેવા અમુક બીજા પણ લોકો છે જે આવી રીતે રાતે જરૂરિયાતમંદોને સેવા પૂરી પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp