વિદ્યાર્થીનો પિતા પર નિબંધઃ 'પિતા મરી ગયા, અમે ખૂબ રડ્યા', આ વાંચી મંત્રીએ...

PC: ndtvimg.com

મહારાષ્ટ્રના બીડમાં ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ શાળામાં આયોજિત એક નિબંધ સ્પર્ધામાં પોતાના ઘરની વ્યથા લખી હતી. તેને વાંચીને ભાવુક થયેલા શિક્ષકે નિબંધને તેના મિત્રોને મોકલી આપ્યો, ત્યાર બાદ વિદ્યાર્થીનો નિબંધ વાયરલ થયો તો સીધો તે સામાજિક ન્યાય મંત્રીની પાસે પહોંચી ગયો અને તેમણે વિદ્યાર્થીને આર્થિક મદદ કરવાનો આદેશ પણ આપી દીધો છે. બીડ જિલ્લાની એક શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું.

શાળાએ ‘મારા પિતા’ વિષય પર નિબંધ લખવાનું કહ્યું હતું. 4થા ધોરણના ભણતા મંગેશ વાલ્કેએ નિબંધમાં ઘરની વ્યથા લખી દીધી હતી. મંગેશે લખેલું, મારા પિતા કહેતા હતા કે ભણી ગણીને સાહેબ બનજે. પણ વર્ષ પહેલા મારા પિતાનું ટીબીને કારણે મોત થઈ ગયું. હું અને મારી માતા ખૂબ રડ્યા. ત્યારે ઘણાં લોકો અમારા ઘરે આવ્યા હતા. પણ હવે કોઈ અમારી મદદ નથી કરતું. માતા અપંગ(દિવ્યાંગ) છે. માટે ઘરનું બધું જ કામ હવે મારે જ કરવું પડે છે.

શાળાના શિક્ષકનું કહેવું છે કે, જ્યારે તેમણે મંગેશનો લખેલો નિબંધ વાંચ્યો, તો તેમનું દિલ ભરાઈ ગયું. અને મદદ માટે તે નિબંધ પોતાના સગાઓને મોકલી આપ્યો. મંગેશનો લખેલો નિબંધ એ રીતે વાયરલ થયો કે સીધો રાજ્યના સામાજિક ન્યાય મંત્રીની પાસે પહોંચી ગયો. અને ત્યાર બાદ મંત્રીજીએ મદદ કરવાનો સરકારી આદેશ પણ આપી દીધો. હવે તેઓ મંગેશનો ખર્ચ ત્યાં સુધી ઉઠાવશે, જ્યાં સુધી તે નોકરી નહીં કરવા લાગે.

મંગેશ તેના માતા-પિતાનો એકમાત્ર દીકરો છે. માતા શારદા અનુસાર, તેના દીકરા માટે પિતાએ એક ગાય પણ ખરીદી હતી જેથી તે દુધ પી શકે. હવે મંગેશ જ આ ગાયની સંભાળ રાખે છે. જે ઉંમરમાં બાળકે રમવાનું હોય છે, તે ઉંમરમાં મંગેશ તેના ઘરની જવાબદારી સંભાળી રહ્યો છે. પણ હવે મંગેશને સરકારનો સહારો મળી ગયો છે. પણ દેશમાં આવા કેટલા બાળકો ગરીબીનો બોજો ઉઠાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp