ચોટીકાંડ : ભૂત અને ડાકણનાં અલગ-અલગ પ્રકારનાં ગેટઅપ

PC: khabarchhe.com

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભયનો માહોલ સર્જાનારા ચોટીકાંડમાં કેટલાક લોકોએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. સરકારે સાયન્સ સેન્ટરોને ચોટીની અંધશ્રધ્ધા દુર કરવા માટે જરૂરા પગલા ભરવાની તાકીદ કરી છે ત્યારે કેટલીક એવી તસ્વીરો પણ બહાર આવી રહી છે કે જેનાથી કોઈને પણ ડર લાગી જાય.

હિન્દી ફિલ્મ જગતમાં રામસે બ્રધર્સની હોરર ફિલ્મોમાં એકથી એક ચઢીયાતા ભૂત જોવા મળતા હતા. ડાકણોનાં ગેટઅપ તો ઊંઘમાં પણ લોકોને ડરાવી જાય તેવા પ્રકારનાં હતા. રામસે બ્રધર્સની ફિલ્મોની યાદ તાજી કરાવતા ગેટઅપ ચોટીકાંડમાં જોવા મળી રહ્યા છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોટીકાંડને લઈને અલગ-અલગ પ્રકારનાં ભૂત અને ડાકણનાં ગેટઅપ જોવા મળી રહ્યા છે. લોકો કેટલા બધા પાવરધા છે કે ભૂત અને ડાકણનાં ગેટઅપમાં કોઈ પણ ડરી જાય તેવા પ્રકારનાં વાઘા સજી રહ્યા છે. મોઢા પર ભસ્મ જેવો પાઉડર કે ભૂકી મસળીને ભૂત કે ડાકણ જેવો ગેટઅપ બનાવવામાં આવી રહ્યા છે. પ્રાપ્ય બની રહેલી તસવીરો પરથી માલૂમ થઈ પડી રહ્યું છે કે કેટલાક ટીખળખોર લોકો આ તકનો ફાયદો ઉઠાવી લોકોને ડરાવવાનો ગોરખધંધો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp