કેમ ભેંસનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો, બે ગામના લોકો કેમ બાખડ્યા

PC: timesofindia.indiatimes.com

કર્ણાટકના દેવનાગરી જિલ્લામાં એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ભેંસના માલિકી હક્કને લઈને બે ગામો વચ્ચે વિવાદ વધી ગયો છે. પોલીસે પણ આ મામલે દરમિયાનગીરી કરવી પડી હતી અને હવે ભેંસના DNA ટેસ્ટ દ્વારા વિવાદ ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ મામલો કુનીબેલાકેર અને કુલગટ્ટે ગામો વચ્ચેનો છે. બંને ગામો વચ્ચે લગભગ 40 કિલોમીટરનું અંતર છે. વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે કુનીબેલાકેર ગામના લોકોએ દાવો કરવાનું શરૂ કર્યું કે, એક ભેંસ, જે હાલમાં શિવમોગા ગૌશાળામાં પોલીસ કસ્ટડીમાં છે, તે તેમની છે. આ ભેંસ પહેલા મંદિરની પૂજાનો ભાગ હતી, પરંતુ હવે તેના પર માલિકી હક્કને લઈને બંને ગામના લોકો વચ્ચે ઝઘડો ચાલુ થયો છે.

આવો એક મામલો અગાઉ પણ સામે આવી ચુક્યો છે. 2021માં પણ આવો જ એક વિવાદ DNA ટેસ્ટ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો. આ વખતે પણ પોલીસે આ મામલે દરમિયાનગીરી કરીને DNA ટેસ્ટ માટે સેમ્પલ એકઠા કર્યા હતા, જેથી તેનો અસલી માલિક જાણી શકાય.

કુનીબેલાકેર ગામના લોકોનું કહેવું છે કે, આઠ વર્ષ પહેલા એક ભેંસ તેમને અર્પણ કરવામાં આવી હતી, જે હવે વિવાદનું કારણ બની ગઈ છે. જ્યારે, કુલગટ્ટે ગામના લોકો દાવો કરી રહ્યા છે કે, આ ભેંસ તેમના ગામમાંથી ગુમ થઈ હતી. કુલગટ્ટે ગામના એક વ્યક્તિ મંડપ્પા રંગનવારે જણાવ્યું કે, આ ભેંસ બે મહિના પહેલા તેમના ગામમાંથી ગુમ થઈ હતી અને હવે તે કુનીબેલાકેર ગામમાંથી મળી આવી છે.

ભેંસની ઉંમરને લઈને પણ વિવાદ ઉભો થયો છે. કુનીબેલાકેરના લોકો તેને આઠ વર્ષની ભેંસ કહી રહ્યા છે, જ્યારે કુલગટ્ટે ગામના લોકો તેને માત્ર ત્રણ વર્ષની ભેંસ કહી રહ્યા છે. તપાસ કર્યા પછી, પશુચિકિત્સકોએ તેની ઉંમર આશરે છ વર્ષની હોવાનું અનુમાન કર્યું, જે કુનિબેલાકેરના દાવાની નજીક છે. જોકે, કુલગટ્ટે ગામના લોકો આ વાત સાથે સહમત નથી. આ કારણે તેમણે કુલગટ્ટે ગામના સાત લોકો સામે ચોરીનો કેસ નોંધાવ્યો અને DNA ટેસ્ટની માંગણી કરી.

મામલો વધ્યા પછી દેવનાગરી જિલ્લાના પોલીસ અધિકારીઓએ DNA સેમ્પલ એકઠા કર્યા છે. એડિશનલ SP વિજયકુમાર સંતોષે કહ્યું કે, DNA ટેસ્ટના પરિણામ આવ્યા પછી જ વિવાદનો ઉકેલ આવશે. હાલમાં આ ભેંસને શિવમોગા ગૌશાળામાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે. આ બાબતે બે ગામો વચ્ચે તકરાર ચાલી રહી હોવા છતાં, આશા છે કે DNA ટેસ્ટ કરાવ્યા પછી આ વિવાદનો અંત આવશે અને અસલી માલિક કોણ છે તે ખબર પડી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp