આ જગ્યાએ ડોરબેલથી નહીં, પરંતુ મોદી-મોદીના નારાથી ખૂલે છે દરવાજો

PC: jagran.com

લોકસભા ચૂંટણીની આજથી શરૂઆત થઇ ગઇ છે. ત્યારે મધ્ય પ્રદેશના મુરૈના શહેરના રામનગરથી રસપ્રદ ખબર સામે આવી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં ઘરોના દરવાજા પર એવા પોસ્ટરો લાગેલા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે. મુરૈનાના ઘરોની બહાર લોકોએ પોસ્ટર લગાવ્યા છે કે, ડોરબેલ ખરાબ છે, કૃપા કરી દરવાજો ખોલાવવા માટે મોદી-મોદીની બોલો.

રામનગર નિવાસી ગિરિરાજ શર્માએ જણાવ્યું હતું કે, તેના ઘરનો ડોરબેલ ખરાબ થઇ ગયો હતો, ત્યારે જ તેને આઇડિયા આવ્યો હતો કે કંઇક હટકે કરવું જોઇએ. એટલા માટે તેણે પોતાની ડોરબેલની નીચે કાગળ પર લખાવ્યું હતું કે, ડોરબેલ ખરાબ છે, એટલે ઘંટી ન વગાડો, પરંતુ મોદી-મોદી બોલો.

આવી જ રીતે મોહલ્લાના અન્ય રહેવાસી દિનેશ સિંઘલે જણાવ્યું હતું કે, તેના ઘરની ઘંટી પણ ખરાબ થઇ ગઇ હતી, એટલે તેણે પણ પોતાની દિવાલ પર આ પોસ્ટર ચીપકાવી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp