26th January selfie contest

મુંબઈના રસ્તાઓ પર બેસ્ટની બસ ચલાવે છે આ છોકરી

PC: app.goo.gl

કેટલાક કામોને મહિલાઓ માટે વર્જીત માનવામાં આવે છે. અથવા મહિલાઓ જ અમુક પ્રકારના કામોથી જોજનો દૂર રહેતી હોય છે. આથી ક્યારેક કોઈક મહિલા પુરૂષોના આધિપત્યવાળું કોઈક કામ કરે ત્યારે ઘણા લોકો અત્યંત નવાઈની નજરે તે મહિલાને જોઈ રહેતા હોય છે. આવું જ કંઈક થયું છે મુંબઈની યંગ એન્ડ ડેશિંગ ગર્લ પ્રતીક્ષા સાથે, જે આજકાલ મુંબઈના લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે કારણ કે તે બેસ્ટની બસ ચલાવી રહી છે.

તમને પણ આ જાણીને હેરાની થઈ જ હશે, પરંતુ ચોવીસ વર્ષની પ્રતીક્ષા મુંબઈના ટ્રાફિકભર્યા અને ખાડાઓથી ભરપુર રસ્તઓ પર આજકાલ બેસ્ટની બસો હંકારી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે બસ કે કોઈ પણ પ્રકારનું ભારે વાહન ચલાવવું પ્રતીક્ષાનું પેશન છે. બાકી ચોવીસ વર્ષની આ છોકરી પાસે તો મિકેનિકલ ઍન્જિનિયરિંગની ડિગ્રી છે.

આ માટે પ્રતીક્ષાએ બેસ્ટ બસના ટ્રેનર્સ પાસે ટ્રેનિંગ પણ લીધી છે અને બેસ્ટ બસ ચલાવવા માટે સરકારે જે ગાઈડલાઈન નક્કી કરી છે એ પણ તે ફૉલો કરે છે. આ માટે પ્રતીક્ષા જણાવે છે કે બસ ડ્રાઈવર બનવું એ તેનું સપનું હતું અને એને માટે તે પાછલા એક વર્ષથી રાહ જોતી હતી. મજાની વાત એ છે જે પ્રતિક્ષાએ જ્યારે બેસ્ટ બસના ડ્રાયવર બનવા માટે આવેદનપત્ર ભર્યું ત્યારે બેસ્ટના ટ્રેનર્સ પણ અચંબામાં પડી ગયા હતા કે આ છોકરી કઈ રીતે મુંબઈના ટ્રાફિકમાં આવી બસ ચલાવી શકશે? પરંતુ પ્રતીક્ષા કહે છે એમ મુંબઈ બેસ્ટના ટ્રેનર્સ તેની 5.4 ફૂટની હાઈટને લઈને ચિંતા કરતા રહ્યા અને તેણે ભારેભરખમ બસો ચલાવી બતાવી. પ્રતીક્ષાને બસ સિવાય બીજા કેટલાક ભારે વાહનો પણ ચલાવવાનો શોખ છે, જે શોખ તે આવનારા સમયમાં પૂરો કરશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp