જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રના પાટડીના આખા બે ગામ જુગાર રમે છે

PC: khabarchhe.com

પાટડીના ખેરવા અને નાગડા ગામ વચ્ચે આવેલા શીતળા માતાજીના મંદીરે મેળો ભરાય છે. શીતળા માતાનો મેળો કહેવાય છે પણ ખરેખરતો માતાજીના દર્શનના બહાને બહાર જુગાર રમવાનો મેળો ભરાય છે. મેળામાં ખુલ્લેઆમ જુગાર ધામ ચાલે છે. આસપાસના ગરીબ લોકો પોનાની બચત અહીં જુગારમાં ગુમાવી દે છે.

ઓછા નહીં પણ દિવસ રાત થઈને પાંચ હજાર લોકો જુગાર રમે છે. જુગારની પાટ પર રોકડા રૂપિયા મુકવાના હોય છે. જેમાં 10 ટકા લોકો જ જીતે છે. 90 ટકાતો પત્તા ની ગેમ હારીને મોડીરાત્રે ઘરે જાય છે. જે હારે કે જીતે તે દારૂની પોટલી મારીને જાય છે. એક જ દિવસમાં હજારો કુટુંબો બરબાદ થઈને જાય છે.

શીતળા સાતમનો જે જુગાર હારે કે જીતે તે બીજા દિવસે ગેડિયા ગામે જન્માષ્ટમીનો સામુહીક જુગાર રમાવા એકઠાં થાય છે. આવતીકાલે અહીં ભરપુર જુગાર રમાશે.

આ વાત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પોલીસ સ્ટેટ કંટ્રોલરૂમ પણ જાણે છે. છતાં બધાને ગેરકાયદે રમવા દેવામાં આવે છે.

પાટડીના આસપાસના ગામ અજાણ્યા લોકો આવે છે. દર વર્ષે આવે છે.

અમદાવાદમાં 80 જેટલાં જુગારના અડ્ડા અને સમગ્ર રાજ્યમાં 750થી વધુ કાયમી જુગારના અડ્ડા ચાલે છે. જેમાં લોટરી જેવા વરલી મટકાના જુગારનો સમાવેશ થતો નથી. જેમાં લોખો કુટુંબો બરબાદ થાય છે.
જન્માષ્ટમીનો સૌરાષ્ટ્રમાં ઘરેઘરે જુગાર રમાય છે. તેથી સૌરાષ્ટ્રમાં જુગાર રમવો સહજ છે. પણ હવે ગામનો સમુહ જુગાર રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp