અજગરને લાગી હતી તરસ, વ્યક્તિએ હાથથી પીવડાવ્યું પાણી, જુઓ વીડિયો

PC: twitter.com

સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. વાયરલ વીડિયો ક્યારેક ચોંકાવનારા હોય છે તો ક્યારેક મનોરંજક હોય છે. સોશિયલ મીડિયામાં ક્યારેક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જતા હોય છે. એવા કેટલાક વીડિયોમાં ક્યારેક વિવાદ પણ થઈ જાય છે પરંતુ હાલમાં એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શખ્સ એક વિશાળકાય અજગરને પોતાની હથેળીમાં પાણી પીવડાવી રહ્યો છે. જોકે આ વીડિયો ક્યાં બનાવવામાં આવ્યો છે તેની જાણકારી મળી શકી નથી.

અજગર એટલા ખતરનાક હોય છે કે તેનું નામ સાંભળતા જ રુંવાટી ઊભી થઈ જાય છે અને ક્યાંક કોઈ વિશાળકાય અજગર જોઈ લે ત તેની તો હવા જ ટાઇટ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વિશાળકાય અજગર દેખાઈ રહ્યો છે અને એક શખ્સે તેને હાથથી પાણી પીવડાવી રહ્યો છે. વીડિયો જોતા જ તમારા હૃદયના ધબકારા વધી જશે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Snakes Empire (@snakes.empire)

જેમાં તમે પહેલા જોઈ શકો છો કે કઈ રીતે એક શખ્સ પોતાની હથેળીમાં પાણી લઈને અજગરને પીવાડી રહ્યો છે. વીડિયોમાં જે દેખાઈ રહ્યું છે તેને જોઈને કોઈ એમ કરવાની કલ્પના પણ નહીં કરી શકે કે અજગરને એવી રીતે પોતાના હાથમાં કોઈ પાણી પીવડાવી શકતું હશે. વીડિયો જોઈને એમ લાગી રહ્યું છે માનો કે આ અજગર શખ્સને પાલતૂ અજગર છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @snake.empire પેજ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 2 લાખ કરતા વધારે વખત જોવામાં આવી ચૂક્યો છે.

વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ શખ્સ બેવકૂફ છે કે શું, અજગર ક્યારેય માણસોના મિત્ર નહીં હોય શકે અને તેને હથેળીમાં પાણી પીવડાવી રહ્યો છે. અન્ય એક યુઝરનું કહેવું છે કે પાણી પીતી વખત ઝેરી અજગર પણ સુંદર લાગે છે. જોકે વીડિયોમાં જોઈ શકાય છે કે અજગર હથેળીમાં પાણી પીવા દરમિયાન શખ્સ પર હુમલો કરવાનો પણ પ્રયત્ન કરતો નથી. એ તો બધા જાણે છે કે અજગર નાનો હોય કે મોટો, ખૂબ જ ખતરનાક હોય છે. અજગરને જોઈને ભલભલા ગભરાઈ જાય છે એવામાં અજગરને પોતાના હાથોથી પાણી પીવડાવવું કોઈ બહાદુરીથી ઓછું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp