26th January selfie contest

પુત્રના મૃતદેહને ખભા પર લઈ બે km ચાલ્યા લાચાર પિતા, સેનાના જવાનોએ બતાવી માનવતા

PC: zeenews.india.com

પ્રયાગરાજ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બનવા પામી છે. હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ નહીં મળવાના કારણે મંગળવારના રોજ એક પિતાએ પોતાના પુત્રના મૃતદેહને ખભા પર લઈને લગભગ બે કિલોમીટર પગપાળા ચાલવું પડ્યું હતું. બજરંગી યાદવે જણાવ્યું કે, તેમના 14 વર્ષના પુત્ર શુભમને કરંટ લાગ્યો હતો, જેના પછી તેને સ્વરૂપ રાની નેહરુ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેના પુત્રનું મોત નિપજ્યું હતું. પોતાના પુત્રના મૃતદેહને ખભા પર લઈને જતા આ લાચાર,બેબસ અને મજબૂર પિતાનો વીડિયો સામે આવ્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

નવા પુલ સુધી શર્મસાર થતી રહી માનવતા

આ શરમજનક ઘટનાનો ભોગ બનેલા મજબૂર પિતાએ જણાવ્યું કે મૃતદેહને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સના ડ્રાઈવરોનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે પૈસા માંગ્યા અને પૈસા નહીં હોવાના કારણે તેઓ તેમના પુત્રનો મૃતદેહ ખભા પર લઈને ઘરે જવા માટે નીકળી પડ્યા. તેઓ હોસ્પિટલ નવા પુલ સુધી મૃતદેહ લઈને પગપાળા ગયા. તેમણે જણાવ્યું કે, નવા પુલ પર સેનાના જવાનોએ એક એમ્બ્યુલન્સ રોકીને મૃતદેહને તેમાં મુકાવ્યો અને પછી તે મૃતદેહ લઈને પોતાના ગામ કરછના પહોંચ્યા. આ બાબતે જિલ્લા અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ હાજર નહીં હતા. વીડિયો સામે આવવાને કારણે કમિશનરે CMOને તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.

સેનાના જવાનોએ દાખવી માનવતા

ઘણા દૂર સુધી પગપાળા ચાલ્યા બાદ સેનાના જવાનોએ વાહન ઉપલબ્ધ કરાવીને તેમને ઘરે મોકલ્યા. આ બાબતે પ્રયાગરાજના વિભાગીય કમિશનર વિજય વિશ્વાસ પંતે જણાવ્યું કે, આ મામલાની એક ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવશે અને તપાસમાં જો કોઈ બેદરકારી જણાશે તો જવાબદારી નક્કી કરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પ્રશાસને એમ પણ કહ્યું છે કે, જો આ પરિવારને કોઈપણ પ્રકારની મદદ જોઈતી હોય તો, પ્રશાસન તેના માટે તૈયાર છે.

એમ્બ્યુલન્સના નોડલે કહ્યું, મને કંઈ નથી ખબર 

એમ્બ્યુલન્સના નોડલ અને ડેપ્યુટી CMO ડો. જયકિશન સોનકરને આ મામલાની કોઈ જાણકારી જ નથી. મીડિયાના સવાલ પર તેમણે કહ્યું કે, આ વિશે તેમની પાસે કોઈ જાણકારી નથી. હોસ્પિટલ તંત્રની જવાબદારી છે કે, તેઓ મૃતદેહને હોસ્પિટલથી ઘરે મોકલે.

મરી પરવારી છે માનવતા?

આ મામલાને જોઈને લાગી રહ્યું છે કે, લોકોની માનવતા ઓછી થતી જઈ રહી છે. જ્યારે પોતાના ખભા પર પુત્રના મૃતદેહને લઈને લાચાર પિતા ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કોઈ પણ તેની મદદ કરવા માટે આગળ નહીં આવ્યું. લોકો ફક્ત તમાશો જોતા રહ્યા, તેમણે કોઈ સહકાર કેમ નહીં આપ્યો. આમ આ ઘટનામાં માનવતા મરી પરવારતા જોવા મળી, ત્યારે ભારત માતાના વીર જવાનોએ આ હૃદયદ્રાવક ઘટનાને જોઈ તો તેઓ તરત જ ગરીબી અને વ્યવસ્થાની સામે સંઘર્ષ કરી રહેલા આ પિતાનો સહારો બન્યા અને તેમની મદદ માટેની વ્યવસ્થા કરી. આ પછી લોકો જવાનોના વખાણ કરતા જોવા મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp