ભારતમાં 2900 વર્ષ પહેલાથી વેશ્યાવૃત્તિ એક વ્યવસાય છે, જાણો તેનો ઈતિહાસ

PC: altnews.in

દુનિયામાં 4400 વર્ષ પહેલા મેસોપોટામિયા સભ્યતાના બેબીલોન શહેરમાં વેશ્યાવૃત્તિની શરૂઆત થઈ હતી. ત્યારબાદ અલગ-અલગ કલ્ચરમાં સમયની સાથે અલગ-અલગ રીતે વેશ્યાવૃત્તિ ચાલતી રહી. ભારતમાં 2600 વર્ષ પહેલાથી વેશ્યાવૃત્તિ થઈ રહી છે પરંતુ, તેના લીગલ સ્ટેટસ અંગે આજે પણ જાણકારી નથી. હવે સુપ્રીમ કોર્ટે સેક્સ વર્કર્સના લીગલ સ્ટેટસ પર સરકાર અને પોલીસને કેટલાક નિર્દેશ આપ્યા તો ફરી એકવાર વેશ્યાવૃત્તિ પર ચર્ચા થવા માંડી છે. આજે અહીં દુનિયામાં વેશ્યાવૃત્તિ શરૂ થવાના 4400 વર્ષ જુના ઈતિહાસ અને ભારત સહતિ દુનિયાભરમાં ઝડપથી ફેલાતા પ્રોસ્ટિટ્યૂશન બજાર વિશે વાત કરવામાં આવી છે.

વેશ્યાવૃત્તિ શબ્દ અને કાયદાકીય અર્થ

વેશ્યાવૃત્તિને અંગ્રેજીમાં પ્રોસ્ટિટ્યૂશન કહેવામાં આવે છે. આ શબ્દ ઓક્સફોર્ડ ડિક્શનરીમાં પહેલીવાર 1530 ઈં.સ.માં સામેલ કરવામાં આવ્યો હતો.

પ્રોસ્ટિટ્યૂશન શબ્દ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે, જેને મતલબ પોતાના શરીરને કોઈકની સામે વેચવા માટે ઓફર કરવાનો છે.

ઈન્ટરનેશનલ ઈનસાઈક્લોપીડિયા ઓફ ધ સોશિયલ સાયન્સ અનુસાર, વેશ્યાવૃત્તિ પૈસા અથવા સામાનના બદલામાં પોતાને સેક્સ કરવાની છૂટ આપવી છે.

વેશ્યાવૃત્તિ શબ્દનો મતલબ ભારતીય કાયદા સ્ત્રી તથા છોકરી અનૈતિક વ્યાપાર દમન અધિનિયમ 1956માં પણ જણાવવામાં આવ્યો છે.

આ કાયદા અનુસાર, વેશ્યાવૃત્તિ એક મહિલા દ્વારા પૈસા અથવા કોઈ સામાનના બદલામાં પોતાના શરીરને યૌન સંભોગ માટે ભાડે આપવાનો છે.

મેસોપોટામિયા સભ્યતામાં સૌથી પહેલા શરૂ થઈ હતી વેશ્યાવૃત્તિ

વેનુતઈ ચવન કોલેજ કરાડના પ્રોફેસર એસ. આર. સરોદેએ UGC પ્રોજેક્ટ અંતર્ગત હિસ્ટોરિકલ સ્ટડી ઓફ પ્રોસ્ટિટ્યૂશન ટ્રેડ ઈન ઈન્ડિયાઃ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ નામથી એક રિસર્ચ કર્યું છે.

રિસર્ચ પેપરના પેજ નંબર 27 પર પ્રોફેસરે દાવો કર્યો છે કે, હિસ્ટોરિક પીરિયડ એટલે કે એ સમય જે લેખિ સાક્ષ્ય નથી, ત્યારે માણસ, પશુ-પક્ષીની જેમ યૌન સંબંધ બનાવતો હતો.

આદિમાનવના સમયમાં પણ મહિલાઓ માટે લડાઈઓ લડવામાં આવતી હતી. મહિલાઓ પોતાની પસંદના પુરુષો સાથે જ્યારે પુરુષ કોઈપણ મહિલા સાથે સંબંધ બનાવતો હતો.

આશરે 3300 ઈ.સ. પૂર્વ સિંધુ ઘાટી સભ્યતાની શરૂઆત બાદ આર્થિક ગતિવિધિઓ ઝડપી થઈ તો તે સાથે જ વેપારીઓને દારૂ અને મહિલાઓની સાથે સંબંધ બનાવવાની લત લાગી.

પછી ધીમે-ધીમે થઈ વેશ્યાવૃત્તિની શરૂઆત. દુનિયામાં સૌથી પહેલા વેશ્યાવૃત્તિની શરૂઆત 2400 ઈ.સ. પૂર્વ મેસોપોટામિયાના બેબીલોન શહેર અને સુમેર સભ્યતામાં જોવા મળી છે. એટલે કે આજથી 4400 વર્ષ પહેલા.

ભારતમાં વૈદિક કાળમાં મળ્યો વેશ્યાવૃત્તિનો ઈતિહાસ

પ્રોફેસર એસ. આર. સરોદોએ હિસ્ટોરિકલ સ્ટડી ઓફ પ્રોસ્ટિટ્યૂશન ટ્રેડ ઈન ઈન્ડિયાઃ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટમાં દેશમાં વેશ્યાવૃત્તિના ઈતિહાસને 2 ભાગમાં વહેંચ્યો છૃ

પ્રી હિસ્ટોરિકલ પીરિયડઃ જ્યારે લેખન કળા નહોતી.

વૈદિક કાળ અને ત્યારબાદ

પ્રી હિસ્ટોરિકલ પીરિયડમાં લગ્ન વ્યવસ્થા નહોતી. એવામાં આદિમાનવના સમયમાં મહિલાઓને લઈને તેમની વચ્ચે લડાઈઓ લડાતી હતી. અહીં પ્રોફેશનલ વેશ્યાવૃત્તિ નહોતી.

મોહેંજોદડો સભ્યતા દરમિયાનની એક કાંસ્ય પ્રતિમામાં પવિત્ર વેશ્યા નૃત્યાંગનાને મંદિરમાંથી બહાર લઈ જતી દર્શાવવામાં આવી છે.

પોસ્ટ વૈદિક કાળ એટલે કે 900-700 ઈ.સ. પૂર્વ સુધી વેશ્યાવૃત્તિનો પ્રોફેશનના રૂપમાં સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો.

ભારતના લિચ્છવી ગણરાજ્યમાં રાજ્યાના આદેશ પર આમ્રપાલી વૈશાલીની નગરવધુ એટલે કે વેશ્યા બની હતી. જે બાદમાં ગુરુ બૌદ્ધના શરણમાં ગઈ હતી.

અલગ-અલગ કલ્ચરમાં પ્રોસ્ટિટ્યૂશન

વેશ્યાવૃત્તિ ઘણા કલ્ચરની સાથે વણાયેલી છે. તેના પુરાવા ગેરડા લર્નરની બુક ધ ઓરિજિન ઓફ પ્રોસ્ટિટ્યૂશન ઈન એન્શંટ મેસોપોટામિયામાં મળે છે. તેમણે લખ્યું કે, સુમેરિયન પૂજારી ઉરુક શહેરમાં વેશ્યાવૃત્તિની દેખરેખ કરતા હતા.

તેનું એક ઉદાહરણ કર્ણાટકમાં હજારો વર્ષોથી મનાવવામાં આવતું સૌનદત્તિ પર્વ હતું. જેમા કુંવારી છોકરીઓને દેવી યેલમ્માને સમર્પિત કરી દેવામાં આવતી હતી. બાદમાં તે છોકરીઓને વેચી દેવામાં આવતી હતી.

છોકરીઓને ખરીદવા માટે મોટા શહેરોમાંથી લોકો આવતા હતા. છોકરીના પરિવારને રેગ્યુલર આ દલાલો પાસેથી પૈસા મળતા હતા. જોકે, હવે કર્ણાટક સરકાર આ કુપ્રથાનો નાશ કરવાનો દાવો કરે છે.

1780 ઈ.સ. પૂર્વ બેબીલોનના છઠ્ઠા રાજા હામ્બુરાબીએ 282 કોડનો કાયદો તૈયાર કર્યો હતો. તેમા કોડ 178-80, 187, 192માં ખાસ વેશ્યાઓના અધિકારની વાત કરવામાં આવી હતી.

હાલ યહૂદી કલ્ચરમાં મહિલાઓ માટે વેશ્યાવૃત્તિ પર પ્રતિબંધ હતો, પરંતુ મિસ્ત્ર, અસીરિયા, બેબીલોન અને પાર્શિયા જેવા દેશોમાં ધર્મ અને કલ્ચરની સાથે વેશ્યાવૃતિ પણ વણાયેલી હતી.

ભારતમાં મુગલકાળમાં વધ્યું વેશ્યાવૃત્તિ બજાર

ભારતમાં વેશ્યાવૃત્તિ વધવાનો દોર 1526 બાદ મુગલ પીરિયડ એટલે બાબર, હુમાયૂં, અકબર, શાહજહાં, ઔરંગઝેબ અને પછી બહાદુર શાહ જફરના શાસન કાળ સુધી થયો.

મુગલ સલ્તનતમાં રાજા-મહારાજાઓના દરબારની સુંદરતાને વધારવાના નામ પર સેંકડો મહિલાઓને રાખવામાં આવતી હતી. અકબરે પોતાના સમયમાં વેશ્યાઓના રહેવા માટે રાજધાનીની બહાર વ્યવસ્થા કરી હતી.

હાલ સામાન્ય લોકો માટે વેશ્યાઓ સરળતાથી ઉપલબ્ધ ના બને, તેને માટે અકબરે કઠોર કાયદો પણ બનાવ્યો હતો. જોકે, મુગલકાળમાં રખૈલો અને દાસીઓ રાખવાની પ્રથા ખૂબ જ ઝડપથી વધી.

તે સમયે વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ માટે ઉર્દૂ શબ્દ તવાયફનો ઉપયોગ કરવામાં આવતો હતો. ક્વાર્ટ્ઝ વેબસાઈટ અનુસાર, લખનૌ સહિત ઘણા જગ્યાઓ પર વેશ્યાવૃત્તિ માટે રંડી બજાર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો.

16મી સદીમાં ગોવા પર શાસન કરનારા પોર્ટુગલ જાપાનથી હજારો સ્લેવ સેક્સ ગર્લ્સ લઈને આવ્યા હતા. આ મહિલાઓને વેશ્યાવૃત્તિમાં સામેલ કરવામાં આવી હતી.

વેશ્યાવૃત્તિ બજાર

દુનિયામાં 14.45 લાખ કરોડ રૂપિયાનું છે વેશ્યાવૃત્તિ બજાર.

બે રિસર્ચ દ્વારા જાણો ભારતમાં વેશ્યાવૃત્તિનું બજાર કેટલું મોટું છે.

ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સોશિયલ સાયન્સના રિસર્ચમાં રાજેશ્વરી સુબ્રમણ્યમને જણાયું કે નેધરલેન્ડ મોડલના આધાર પર જોઈએ તો ભારતમાં વેશ્યાવૃત્તિથી વાર્ષિક 66 હજાર કરોડ રૂપિયા કમાણી કરવામાં આવે છે.2016માં હૈવોકસ્કોપ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, ભારતમાં સેક્સ ટ્રેડ ઈન્ડસ્ટ્રીની વાર્ષિક આવક 63 હજાર કરોડ રૂપિયા છે. 2022 સુધી વધુ વધવાનું અનુમાન છે.

કેકે મુખર્જીએ ભારત સરકાર માટે કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, દેશમાં 1993થી 2005ની વચ્ચે વેશ્યાવૃત્તિમાં 50% વધારો થયો છે.

ભારતમાં વેશ્યાવૃત્તિ વ્યવસાયમાં આવનારી આશરે 35% છોકરીઓ 18 વર્ષથી ઓછી ઉંમરની છે. જ્યારે 90% મહિલાઓ 18 વર્ષથી ઓછી ઉંમરમાં આ વ્યવસાયમાં આવે છે.

2002માં જ NHRC-UNIFEM-ISS પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિકિંગ વુમન એન્ડ ચિલ્ડ્રન ઈન ઈન્ડિયાના નામથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ચાઈલ્ડ સેક્સ ટૂરિઝ્મના મામલામાં ભારતને હોટસ્પોટ બતાવવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશ, નેપાળ, થાઈલેન્ડ, ભૂટાન ઉપરાંત રશિયા અને ઉઝ્બેકિસ્તાનથી પણ છોકરીઓ વેશ્યાવૃત્તિ માટે ભારત લાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp