મહિને કેટલું કમાય છે Zomato, Swiggyના ડિલિવરી બોય

PC: mypunepulse.com

Zomato, Swiggy જેવી ઘણી એપ્સ લગભગ દરેક મોબાઇલ ફોનમાં નજરે પડે છે. તેનું કારણ પણ છે કે તેની મદદથી એક ક્લિક પર પસંદગીના રેસ્ટોરાંનું ભોજન સીધુ જ ઘર સુધી પહોંચી રહ્યું છે. હવે આ પ્રક્રિયાને પૂરી કરવામાં સૌથી મોટી ભૂમિકા નિભાવે છે ડિલિવરી બોય, જે રેસ્ટોરાંથી ભોજનને તમારા ઘર પર લઇ આવે છે. મોટો સવાલ છે કે આખરે આખો દિવસ શહેરનું ચક્કર લગાવનારા આ ડિલિવરી બોય આખરે કેટલું કમાઇ લે છે?

થોડા દિવસ અગાઉ જ Full Disclosure નામની એક યુટ્યુબ ચેનલે એવા જ કેટલાક ડિવિલવરી બોય સાથે વાતચીત કરી હતી. વાતો વાતોમાં જ્યારે મુદ્દો સેલરી કે કમાણીનો ઉઠ્યો તો આસપાસના લોકોનું પણ મગજ ફરી ગયું. જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે કેટલું કમાઇ લો છો? તો જવાબ આવ્યો કે એક દિવસમાં 1500-2000 રૂપિયા આરામથી થઇ જશે. પછી અઠવાડિયામાં 10 હજારથી 12 હજાર પાક્કા થઇ જશે. મહિનામાં 40-50 હજાર પાક્કા છે.

એટલું જ નહીં તેમણે ફોન પર કમાણીના પુરાવા પણ આપ્યા. એક અન્ય ડિલિવરી બોયે જણાવ્યું કે, એ સિવાય ટિપ્સથી લગભગ 5 હજાર અને વરસાદના સમયે ડિલિવરી કરવા પર થોડી વધારે કમાણી થઇ જાય છે. ખાસ વાત છે કે ઘણા પ્લેટફોર્મ્સ પર પહેલાથી જ રકમ નક્કી હોય છે. જો કે, જો વધારે દૂરી પર ડિલિવરી હોય છે તો પ્લેટફોર્મ ઘણી વખત વધુ ફીસ પણ વસૂલી લે છે. ઇન્ટરવ્યૂ જોતા જ ઇન્ટરનેટ પર જનતા વચ્ચે કમાણીને લઇને દલીલ શરૂ થઇ ગઇ. એક વ્યક્તિનું કહેવું છે કે ખબર નહોતી કે ડિલિવરી બોય પણ એટલું કમાઇ લે છે. મારું પણ મન કરી રહ્યું છે કે હવે એક બાઇક ખરીદી લઉં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp