મારે બે પતિ છે તો બે મંગળસૂત્ર પહેર્યા છે... બે વાર લગ્ન કરનારી પત્નીએ કહી આ વાત

PC: hindi.asianetnews.com

ભારતમાં લગ્ન જીવનને ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં લગ્નને સાત જીવનનું બંધન માનવામાં આવે છે. હિન્દુ ધર્મના કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ માત્ર એક જ વાર લગ્ન કરી શકે છે. પરંતુ દેવરિયામાં રહેતી એક મહિલાએ આ નિયમોની ઉપર જઈને એક સાથે બે પુરુષ સાથે લગ્ન કર્યા છે.

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાની એક મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે દાવો કર્યો છે કે, તે એક સાથે બે પતિ સાથે એક ઘરમાં રહે છે. એક બાજુ આ વીડિયો જ્યાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યાં ઘણા લોકો તેને લઈને આશ્ચર્યમાં પણ છે. ભારતમાં લગ્નને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને હિંદુ કાયદા અનુસાર વ્યક્તિને પરંપરાગત રીતે ફક્ત એક જ જીવન સાથી હોવો જરૂરી છે. આવી સ્થિતિમાં દેવરિયાની આ મહિલા પોતાના દાવા સાથે આ પરંપરાગત માન્યતાઓને પડકારતી જોવા મળે છે. મહિલાનું કહેવું છે કે, તેણે બંને પુરુષો સાથે લગ્ન કર્યા છે અને તે બધા એક જ ઘરમાં રહે છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલા બંને પુરૂષો સાથે જોઈ શકાય છે. સ્ત્રીના માથાને સિંદૂરથી શણગારવામાં આવ્યું છે, જે પરિણીત હોવાની નિશાની છે. મહિલા પોતે બંને પુરુષોને પોતાના પતિ તરીકે ઓળખાણ આપી છે અને એ પણ કહે છે કે તેઓ બધા સાથે રહે છે. તેણે બે મંગળસૂત્ર પહેરેલા છે એવું તે બતાવે છે, જેમાંના એક પર દરેક પતિનું નામ લખેલું છે. જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે તે તેના બે પતિ વચ્ચે સમય અને જવાબદારીઓનું સંતુલન કેવી રીતે મેનેજ કરે છે, તો તેણે પુરા આત્મવિશ્વાસથી કહ્યું કે તે તેને સારી રીતે નિભાવે છે. જો કે આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by @digitalbharat563

કેટલાક લોકો મહિલાના આ દાવાને મજાક અથવા સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ માની રહ્યા છે. તેમને શંકા છે કે આ વીડિયો કોઈ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે બનાવવામાં આવ્યો હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો એવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે કે, શું આ મહિલાએ ખરેખર બંને પુરૂષો સાથે લગ્ન કર્યા છે કે પછી આ માત્ર એક નાટક છે. મહિલાના દાવાની સત્યતા હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. KHABARCHHE.COM આ વાતની પુષ્ટિ કરતું નથી. કેટલાક લોકો તેને એક સાહસભર્યું પગલું માની રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને સામાજિક અને કાયદાકીય દૃષ્ટિકોણથી ખોટું ગણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp