બાળ વાર્તા- નન્હેને મળ્યું ભૂલ સ્વીકારવાનું ઈનામ

PC: kidsfront.com

બધા લોકો દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત હતા. મમ્મી મિઠાઇ બનાવી રહ્યાં હતાં. પપ્પા પાડોશીના મોટા દીકરા સાથે બહારના દરવાજા પર તોરણ બાંધી રહ્યા હતા.

ઘર દીપી રહ્યું હતું. બારણા પર નવા પડદાં લગાવેલા હતા. આંગણામાં સુંદર રંગોળી બનાવી તેમાં દીવા મુકવામાં આવ્યા હતાં. મમ્મીએ થોડાં દિવસ પહેલાં જ એક સુંદર ચિત્ર બનાવ્યુ હતુ, તેને ઘરમાં એક ખુણામાં બધાની નજર પડે તે રીતે મુકવામાં આવ્યું હતું. દરવાજામાંથી અંદર પ્રવેશતા જ તે ચિત્ર દેખાતુ હતું. ચિત્રમાં ત્રણ દીવા હતા અને શુભ દિવાપલી લખેલું હતું.

ઘરની સામે આવેલા વૃક્ષ પર નાની-નાની લાઈટ્સ લગાવવામાં આવી હતી. ઘરના વરંડામાં દીવા મુકવામાં આવ્યા હતા. માત્ર તેને પ્રગટાવવાના જ બાકી હતા. આજે સાંજ રાખવામાં આવેલી પૂજામાં ઘણા બધા લોકો આવવાના હતા. કારણ કે, સાંજે ઘરે પૂજા બાદ જમવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મમ્મીએ રસોઇ બનાવી નન્હેને બૂમ પાડી, નન્હે ફટાફટ આવી જા, પહેલા તને નવા કપડાં પહેરાવી દઉં, પછી મારે પણ તૈયાર થવું છે. નન્હે અંદર આવ્યો અને નવા કપડાં પહેરી તૈયાર થઇ ગયો. નવા કપડાંમાં તું કેટલો સુંદર લાગી રહ્યો છે. આ વાત સાંભળી નન્હે ખુશ થઈને બહાર જવા માટે ભાગ્યો, પરંતુ તે મમ્મીના ચિત્ર સાથે અથડાયો. નન્હે પડી ગયો સાથે જ ચિત્ર ચિત્ર પણ પડી ગયું. પડતાંની સાથે જ ચિત્ર તૂટી ગયું.

નન્હે દુ:ખી થઇ ગયો. તેણે વિચાર્યું કે, મમ્મી તૂટેલું ચિત્ર જોઇ નારાજ થઇ જશે. હવે હું શું કરું? થોડીવારમાં જ બધા મહેમાનો આવી જશે અને ચિત્ર તો તૂટી ગયું છે. નન્હેને ગભરાયેલો જોઇ મોટો ભાઇ બોલ્યો, 'ગભરાવાની જરૂર નથી નન્હે, આ તૂટેલા ચિત્રને જોડવું સાવ સરળ છે. નન્હેના મોટાભાઈ ફેવિક્વિક લઈ આવ્યા અને તેમણે એકદમ સાવધાનીથી તે ચિત્રને પાછું જોડી દીધું. આ જોઈને નન્હે એકદમ ખુશ થઈને નાચવા માંડ્યો. તેને થયું કે હાશ, હવે મમ્મીને ખબર જ નહીં પડશે કે તેમનું ચિત્ર તૂટી ગયું છે.

સાંજે 7 વાગતા જ મહેમાનોના આવવાની શરૂઆત થઈ ગઈ અને સૌ કોઈ તે ચિત્રના વખાણ કરી રહ્યું હતું. નન્હે પણ બહારથી ખુશ હતો, પરંતુ તેને મમ્મીથી વાત છૂપાવ્યાનું દુઃખ પણ હતું. આથી, તેણે મમ્મીના ખિજવવાની બીક રાખ્યા વિના બધા મહેમાનોની વચ્ચે પોતાની ભૂલ કબૂલી લીધી. વાત સાંભળીને મમ્મી ગુસ્સો કરશે એવુ માનીને તે મમ્મી તરફ જોઈ રહ્યો હતો. મમ્મી નન્હેની નજીક આવી ખિજવાવાને બદલે તેને પ્રેમથી ભેટી પડી અને નન્હેની સાચુ બોલવાની હિંમત તેમજ નિખાલસતાના વખાણ કર્યાં.

ત્યાં હાજર તમામ મહેમાનોએ પણ નન્હેની આ હિંમતના વખાણ કર્યાં અને પછી સૌએ પાર્ટી એન્જોય કરી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp