50 વર્ષ અગાઉ છપાયેલા આ સિક્કામાં થઇ હતી ભૂલ, હવે 4 કરોડમાં થઈ હરાજી
દરેક દેશની મુદ્રા, નોટ કે સિક્કા પર ખાસ ઓળખ સાથે ઘણી મહત્ત્વપૂર્ણ જાણકારી લખેલી હોય છે. એક અમેરિકન સિક્કો હાલના સમયમાં ચર્ચામાં છે. આ સિક્કાની ચર્ચા એટલે થઈ રહી છે કેમ કે તેની હરાજી કરવામાં આવી અને હરાજીની રકમે રેકોર્ડ બનાવી દીધો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સિક્કાની કિંમત 4 કરોડ રૂપિયા લગાવવામાં આવી છે. ગ્રેટ કલેક્શન્સ અનુસાર, અમેરિકન સિક્કો, '1975 નો એસ પ્રૂફ ડાઇમ'ને 506, 250 ડૉલર (4,26,74,091 રૂપિયા)માં હરાજી કરવામાં આવ્યો, જે પોતાની જાતમાં એક રેકોર્ડ છે.
વાસ્તવમાં આ એક દુર્લભ સિક્કો હતો, તેને ‘S’ ટંકસાલના ચિહ્ન વિના ભૂલથી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે આધુનિક અમેરિકન સિક્કાઓની સૌથી વધુ માગવાળી દૂર્લભ વસ્તુઓમાંથી એક બની ગયો. રિપોર્ટ્સ મુજબ, આ સિક્કો વર્ષ 1975માં જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 1978માં, ઓહિયોના એક વ્યક્તિ અને તેની માતાએ આ સિક્કાને શિકાગોના પ્રસિદ્વ ડીલર એફ.જે. વોલ્મર એન્ડ કંપની પાસેથી 18,200 ડૉલરમાં ખરીદ્યો અને લગભગ 50 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યો. ત્યારબાદ તેમણે આ સિક્કાને ગ્રેટ કલેક્શનને સોંપી દીધો.
ગ્રેટ કલેક્શનના અધ્યક્ષ ઇયાન રસેલે કહ્યું કે, અમને દુનિયાભરમાંથી આ આધુનિક દૂર્લભ વસ્તુમાં રૂચિ મળી. જર્મની, જાપાન અને UKની સાથે USના લોકો પણ સામેલ હતા. લગભગ 200 લોકોએ બોલીઓ લગાવી હતી. આ સિક્કાની હરાજી 506, 250 ડૉલર (4,26,74,091 રૂપિયા)માં કરવામાં આવી છે. યુ.એસ. મિન્ટે વર્ષ 1975માં S મિન્ટ માર્ક સાથે 2.84 મિલિયન સિક્કા બનાવ્યા, જેનો અર્થ છે તેમને સેન ફ્રાન્સિસ્કો મિન્ટમાં ઢાળવામાં આવ્યા હતા. માત્ર 2 જ સેટ એવા મળી આવ્યા, જેમાં S મિંટનો માર્ક નહોતો. એક જ વ્યક્તિએ બંને સેટ કેલિફોર્નિયામાં શોધ્યા અને તેમને વર્ષ 1978 અને વર્ષ 1979માં વોલ્મરને વેચી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp