2017માં સૌથી વધુ સર્ચ થયેલા શબ્દો

PC: indiatimes.com

ઓનલાઈન ડિક્સનરી મેરિયમ વેબસ્ટરે આ વર્ષે સૌથી વધુ સર્ચ થવાવાળા શબ્દોનું લિસ્ટ જારી કર્યું છે. જેમાં ફેમિનીઝમ શબ્દ પહેલા નંબર પર છે.

feminism(ફેમિનીઝમ): વોશિંગટનમાં મહિલા અધિકારો માટે જાન્યુઆરીમાં થયેલી પરેડ પછી ઈન્ટરનેશનલ પર પણ ઘણી પરેડ કાઢવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર શોષણની સામે #Meetoo પછી ફેમિનીઝમ શબ્દ ફરી ચર્ચામાં આવ્યો હતો.

complicit(કોમ્પ્લિસીટ): આ શબ્દનો મતલબ છે ક્રાઈમમાં કોઈની મદદ કરવી અથવા ખોટું કામ કરવું. આ શબ્દ ટ્રમ્પ એડમિનીસ્ટ્રેશને આખા વર્ષમાં ઘણી વધી વખત વાપર્યો છે.

Recuse(રિક્યુઝ): કોર્ટના જજ પોતાની જાતને ડિસક્વોલિફાય કરે તેને રિક્યુઝ કહેવામાં આવે છે.

Empathy(ઈમ્પથી) આ શબ્દનો મતલબ છે બીજાની ભાવનાઓને સમજવી. આ શબ્દ ટ્રમ્પ અને રિપબ્લિકનની આવોચના કરવા માટે વાપરવામાં આવ્યો હતો.

Dotard(ડોટાર્ડ): ઉંમર વધવાની સાથે માનસિક સમતુલ ખોવાવાળો માણસ. આ શબ્દનો ઉપયોગ સપ્ટેમ્બરમાં ટ્રમ્પે કીમ જોંગ ઉન માટે વાપર્યો હતો.

Gyro(જાયરો): આ શબ્દ તેના ઉચ્ચારણને લઈને ચર્ચામાં આવ્યો છે. તેનું ઉચ્ચારણ યીરો, જેયેરો સિવાય બીજી ઘણી રીતે કરવામાં આવે છે. આ શબ્દનો ઉપયોગ લેમ્બ, બીફ, ટામેટા, કાંદા અને યોગર્ટ સોસમાંથી બનાવવામાં આવેલી એક સેન્ડવિચ માટે કરવામાં આવે છે.

Syzygy(સિઝ્ઝી): આ શબ્દ 21 ઓગષ્ટ 2017માં સૂર્ય ગ્રહણ દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. આનો મતલબ ક્યાંક સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈ ત્રણ સેલેસ્ટિયલ બોડીનું એકસાથે લાઈનમાં આવવું.

Gaffe(ગફ): આ શબદ ફેબ્રુઆરી 2017માં એકેડમી એવોર્ડ્સ દરમિયાન હાઈલાઈટ થયો. આનો મતલબ છે નોટિસેબલ મિસ્ટેક. આ શબ્દનો ઉપયોગ કોઈ પણ પ્રકારની ભૂલના સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવે છે.

આ સિવાય ફેડરેલિઝમ અને હરિકેન શબ્દ પણ ચર્ચામાં રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp