Photos: 4 બેસ્ટ ફ્રેન્ડ્સ એક નહીં પણ બબ્બેવાર થઈ એકસાથે પ્રેગ્નેન્ટ

PC: nypost.com

હાલ સોશિયલ મીડિયામાં 4 ફીમેલ ફ્રેન્ડ્સના અજીબ સંયોગની સ્ટોરી ખૂબ જ વાયરલ થઈ રહી છે. મામલો ચારેય બેસ્ટ ફ્રેન્ડ્સના એક સાથે પ્રેગ્નેન્ટ થવા સાથે સંકળાયેલો છે અને તે પણ એક નહીં પરંતુ બબ્બેવાર. ઈન્સ્ટાગ્રામ પર તેમની તસવીર ખૂબ જ ચર્ચામાં છે.

સંયુક્ત રાજ્ય અમેરિકાના હવાઈ દ્વીપમાં રહેલી મેડી કેસ્ટેલાનોએ આ તસવીર શેર કરી છે. એક ટિકટોકર અને ઈન્ફ્લુએન્સર તરીકે કેસ્ટેલાનોએ વીડિયો શેર કરતા ચારેય ફ્રેન્ડ્સ- પોતાના, રેન્ડી પાર્ક, બ્રિટની કેન્ટ અને લો બીસ્ટોનની સાથે થયેલા સંયોગ વિશે જણાવ્યું. મેડીએ વીડિયોમાં ચારેય ફ્રેન્ડ્સની પ્રેગ્નેન્સીની ફોટો શેર કરતા કહ્યું કે- તમારામાંથી કેટલાક લોકોને યાદ હશે કે કઈ રીતે અમે ચારેય બેસ્ટ ફ્રેન્ડ્સ એક જ સમયે પ્રેગ્નેન્ટ થઈ ગયા હતા.

તેની આગળ કેસ્ટેલાનોએ સ્ટોરી જણાવતા કહ્યું કે- તમામ બાળકોના જન્મ થોડાં અઠવાડિયાના અંતરમાં જ થઈ ગયા હતા અને તે લોકો જન્મથી જ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ છે. આ ખૂબ જ મજેદાર વાત છે કે, ગર્ભમાંથી જ તમામ બાળકોને ફ્રેન્ડ્સ મળી ગયા. તેમનું ક્રેઝી લક આના કરતા પણ એક સ્ટેપ આગળ છે. કેસ્ટેલાનોએ જણાવ્યું કે, તેના એક વર્ષ બાદ જ ચારેય મહિલાઓ ફરીથી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને એક મહિનાના અંતરમાં જ તે તમામ બાળકોને જન્મ આપશે.

જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર પણ કેસ્ટેલાનોના 3 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે. તેમણે એક વીડિયો શેર કરીને ચારેય ફ્રેન્ડ્સની પહેલી પ્રેગ્નેન્સી વિશે જણાવ્યું હતું. જેમા ચારેય ફ્રેન્ડ્સ બેબી બમ્પ સાથે દેખાઈ રહી છે. બાદમાં તે ચારેય પોતપોતાના બાળકો સાથે દેખાઈ રહી છે.

કેસ્ટેલાનોએ વીડિયોના અંતમાં એક બીચના કિનારે ઊભી રહેલી ચારેય પ્રેગ્નેન્ટ મહિલાઓનો ફોટો શેર કર્યો અને કહ્યું- હવે અમારા તમામ બાળકોને જીવનભર માટે બેસ્ટ ફ્રેન્ડ્સ મળી ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયાની ઘણી ચેનલ પર વાયરલ થઈ રહી છે. જોકે, અગાઉ તેને ઓગસ્ટ 2021માં પહેલીવાર પોસ્ટ કરવામાં આવી હતી અને અત્યારસુધીમાં તેને 75 લાખ કરતા પણ વધુ વાર જોવાઈ ચુક્યો છે. 

View this post on Instagram

A post shared by Maddie Castellano (@maddiecastellano)

આ વીડિયો જોઈને યુઝર્સ વિવિધ પ્રકારની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું- આ લોકો એકબીજાના એટલા નજીક છે કે, માત્ર તેમના પીરિયડ્સ જ સાથે નથી આવતા પરંતુ, તેઓ એકસાથે જ પ્રેગ્નેન્ટ પણ થાય છે. બીજા યુઝરે લખ્યું- શું તમે લોકો બાળકોને લઈને એકબીજાથી કન્ફ્યુઝ નથી થતા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp