દીકરીના લગ્નમાં પિતાએ બનાવી 80 પાનાની કંકોત્રી, જણાવ્યા સંબંધો બચાવવાની રીત

PC: news18.com

ભારતીય સંસ્કૃતિમાં લગ્નના આમંત્રણ માટે કંકોત્રી ખૂબ જ મહત્ત્વની હોય છે. તેનું મૂળ કામ પરિણય ઉત્સવની વિધિ, તિથિ અને સ્થળ વિશે જાણકારી આપવાનો હોય છે, પરંતુ શહેરના એક પ્રોફેસર પંકજ કોઠારીએ નવો પ્રયોગ કરીને પત્રિકાને પુસ્તિકાના રૂપમાં આપી છે. તેમણે દીકરી લબ્ધિના વિવાહ માટે 80 પાનાનો વેડિંગ કાર્ડ કમ બુક બનાવી છે.

તેમાં જીવનને સંતુલન કરવા, સંબંધોને મજબૂત બનાવવા અને બચાવી માટેના 14 લાઈફ મંત્રો જણાવવામાં આવ્યા છે. દરેક મંત્રને એક અધ્યાયની જેમ સવિસ્તાર સમજાવવામાં આવ્યો છે. આ વેડિંગ કાર્ડ કમ બુકને 500 અતિથિઓને મોકલવામાં આવશે. કંકોત્રીને રિશ્તો મેં મિઠાશ અબ મુમકિન હૈ નામ આપવામાં આવ્યું છે. વ્યવહારિક વિચારોવાળી આ પુસ્તિકા પર માત્ર 35 રૂપિયાનો ખર્ચો થયો છે.

આ અંગે દીકરીના પિતા પંકજે જણાવ્યું હતું કે,  વિદાય બાદ દીકરીના સુખમય જીવનની કામના સૌથી મોટી આકાંક્ષા હોય છે. નાના-નાની વાતો જીવનમાં મોટું પરિવર્તન લાવી દે છે. વ્યવહારમાં બદલાવ કરીને તેમને રોકી શકાય છે. સમાજમાં અન્ય લોકોને પણ લાભ થાય, તેને માટે કંકોત્રીને પુસ્તકનું રૂપ આપવામાં આવ્યું છે. કંકોત્રીની સરખામણીમાં પુસ્તરને ઘરમાં લાંબો સમય રાખવામાં આવે છે.

સ્વીકાર્યતા અને ક્ષમા યાચના સુધી

સ્વીકાર્યતાઃ લોકો જેવા છે, એવા જ તેમનો સ્વીકાર કરો.

ભૂલોઃ લોકો નહીં, પરંતુ તેમના કામ ખોટાં હોય છે.

દ્રષ્ટિકોણઃ મુદ્દાઓ અને વાતોને અન્યોની નજરથી પણ જુઓ.

પસંદગી કરવાની શક્તિઃ પ્રતિક્રિયા આપવામાં પસંદગી કરવાની શક્તિનું ધ્યાન રાખો.

કટુતાઃ કટુતાનું વિસર્જન કરો.

સ્વતંત્રતાઃ લોકોને સ્પેસ આપો. આઝાદી બધાને જ પસંદ છે.

પરિપક્વતાઃ સંબંધો સમય સાથે જ પરિપક્વ થાય છે.

પરિવર્તનઃ સમયની સાથે સંબંધોમાં થયા પરિવર્તન માટે હંમેશાં તૈયાર રહો.

યોગ્ય સંવાદઃ હંમેશાં સમજી-વિચારીને બોલવું.

કૃતજ્ઞતાઃ લોકો પ્રત્યે કૃતજ્ઞતા રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp