તેલંગણાની મુસ્લિમ મહિલાએ ભગવદ્દ ગીતાનું ઉર્દૂમાં કર્યું ભાષાંતર

PC: news18.com

ધાર્મિક સદ્દભાવને વધારો આપવા માટે એક ઉદાહરણ સ્થાપિત કરતા તેલંગણાની એક મુસ્લિમ મહિલાએ હિંદુઓના પવિત્ર ધર્મગ્રંથ ભગવદ્દ ગીતાનો ઉર્દૂમાં અનુવાદ કર્યો છે. તેલંગણાના નિઝામાબાદ જિલ્લાના બોધન શહેરના રાકાસી પેટ વિસ્તારની મૂળ નિવાસી હેબા ફાતીમાએ એક સરળ ભાષામાં ભગવદ્દ ગીતા અને કુરાન વચ્ચેની સમાનતા નામનું એક પુસ્તક લખ્યું છે. તેના હવે દરેક ધર્મના લોકો દ્વારા વખાણ કરવામાં આવી રહ્યા છે.

ફાતીમા એમએ(અંગ્રેજી)ની વિદ્યાર્થીની છે. તેણે ઉર્દૂ માધ્યમથી ઈન્ટરમીડિએટ સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે. અંગ્રેજી માધ્યમમાંથી સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો છે. તેના પિતા આમેડ ખાન એક વેપારી છે. અન્ય ધર્મો  અંગે જાણવાની જીજ્ઞાસાના કારણે તેણે ભગવદ્દ ગીતાનો અભ્યાસ કરાવાનો નક્કી કર્યું. તેણે  ત્રણ મહિનાની અંદર ભગવદ્દ ગીતાન 18 અધ્યાયોન કુલ 700 શ્લોકોનું ઉર્દૂમાં અનુવાદ કરી નાખ્યું હતું. સીએનન-ન્યુઝ18 સાથે વાત કરતા ફાતીમાએ કહ્યું કે કેટલાંક શબ્દોનો સાચો અર્થ જાણવામાં તેને ઘણો સમય લાગી ગયો હતો.

તેણે આગળ કહ્યું હતું કે તેણે ભગતદ્દ ગીતામાં 500 શ્લોકો અને કુરાનમાં 500 છંદોને એક જ અર્થની સાથે ઓળખી કાઢ્યા હતા. ફાતીમાએ કહ્યું કે તેણે ભગવદ્દ ગીતાનો ઉર્દૂમાં એક સરળ ભાષામાં અનુવાદ કર્યો છે. જેનાથી વાંચનાર સરળતાથી જીવન જીવવાના પાઠને સમજી શકે. તે પોતાની યુટ્યૂબ ચેનલ મેસેજ ફોર ઓલ બાય ફાતીમા પણ ચલાવે છે. તેમાં તે ઉર્દૂમાં ભગવદ્દ ગીતાનું વ્યાખ્યાન કરે છે. તે અત્યાર સુધીમાં આ ચેનલ પર 100થી વધારે વીડિયોઝ અપલોડ કરી ચૂકી છે. તેનું નામ વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ્સ, નોટલ બુક ઓફ રેકોર્ડ્સ, હાઈ રેન્જ બુક ઓફ રેકોર્ડ્સ, માર્વલસ બુક ઓફ રેકોર્ડ્સ ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, તેલુગુ બુક ઓફ રેકોર્ડ્સ અને મેજિક બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાઈ ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp