કોરોના સાથે સંકળાયેલી 5 ખોટી વાતો, જે ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ

PC: ft.com

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન કોરોના વાયરસને લઈને ઈન્ટરનેટ પર ઘણી ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે અને આ ખોટી વાતો તમારે અવશ્ય જાણી લેવી જોઈએ અને સાચું શું છે તે પણ જાણી લેવું જોઈએઃ

શ્વાસ રોકીને કોરોના વાયરસ છે કે નહીં તે જાણવાની દવા

શ્વાસ રોકવો એ ફાઈબ્રોસિસનો ટેસ્ટ નથી અને એટલું જ નહીં, કોવિડ-19ના સંક્રમણથી ફાઈબ્રોઈસિસ તો થતો જ નથી અને એ ના ભૂલો કે કોવિડ-19 કે કોરોના વાયરસના લક્ષણ છે તાવ અને સૂખી ખાંસી.

સેનેટાઈઝર ઘરે જ બનાવી શકાય છે

ઈન્ટરનેટ પર એવી પણ ચર્ચા છે કે, ઘરે જ સેનિટાઈઝર બનાવી શકાય છે. પરંતુ ઈન્ટરનેટ પર સેનિટાઈઝર બનાવવાની આવી રેસિપીથી દૂર રહેવું જોઈએ કારણ કે, આપણે ઘરમાં જેનાથી પોતા મારી છીએ તે કેમિકલ આપણી સ્કીન પર પણ અસર કરશે.

વાયરસ કોઈક સપાટી પર 1 મહિના સુધી એક્ટિવ રહી શકે છે?

તો તેનો જવાબ છે ના. કોરોના વાયરસ કોઈપણ સપાટી પર 1 મહિના સુધી એક્ટિવ નથી રહી શકતો. કેટલાક વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, હાર્ડ સરફેસ પર વાયરસ 2 કલાકથી લઈને 9 દિવસ સુધી એક્ટિવ રહી શકે છે.

લસણ ખાવાથી કોરોના વાયરસ નથી થતો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, લસણ અથવા અન્ય કોઈ વસ્તુ ખાવાથી કોવિડ-19થી બચાવ નથી થઈ શકતો.

દરેક 15 મિનટે પાણી પીવાથી કોરોના વાયરસ નથી થતો

દર 15 મિનિટે પાણી પીતા રહેવાથી હાઈડ્રેટેડ રહેવાય છે, જે સારી બાબત છે. પરંતુ તેનો મતલબ એ નથી કે, તમારો કોરોના વાયરસથી બચાવ થઈ જશે, એવું કોઈ મિકેનિઝમ નથી કે વારંવાર પાણી પીવાથી વાયરસથી બચી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp