ખાડાને લીધે દીકરો ગુમાવ્યો, હવે માતા પિતા ખાડા પૂરવાની ઝુંબેશ પર નીકળ્યા

PC: amarujala.com

માર્ગ અકસ્માતમાં પોતાના ત્રણ વર્ષના પુત્રને ગુમાવનાર મનોજ વધવાએ બીજાના જીવ બચાવવા માટે હવે રસ્તા પરના ખાડાને ભરવાની ઝુંબેશ શરૂ કરી છે. આ કામ તેઓ સતત કરી રહ્યા છે જેથી જે દુખ તેમના પર આવ્યું તે બીજા માતાપિતા પર ન આવે. પોતાના બાળકને ગુમાવી દેનારા મનોજ ઉત્તર પ્રદેશના ફરિદાબાદમાં જ્યાં ખાડા દેખાય તેને ભરી દેવા માટેની કોશીશમાં લાગી જાય છે.

10 ફેબ્રુઆરી, 2014 ના રોજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાટા ચોક પાસે રસ્તા પર પડેલા ખાડાને કારણે મનોજ વધવાએ પોતાનો ત્રણ વર્ષનો પુત્ર પવિત્ર ગુમાવ્યો હતો. આ માટે તેઓ સરકારી અધિકારીઓને દોષી ઠેરવીને કાયદાની લડત પણ લડી રહ્યા છે. પોતાના વહાલસોયા દીકરાને ગુમાવ્યા બાદ મનોજ અને તેની પત્ની અંદરથી તૂટી ગયા હતા પરંતુ તેમણે પોતાના દીકરાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે શહેરના ખાડાઓ ભરવાનો સંકલ્પ કર્યો હતો. સોમવારે મનોજ અને તેની પત્ની ટીના તે જ બાટા મોર પહોંચ્યા હતા જ્યાં ખાડાના લીધે તેમના પુત્રએ જીવ ગુમાવ્યો હતો. મનોજ અને તેની પત્નીએ રસ્તામાં કોલસાના ટારથી ઘણા ખાડાઓ ભર્યા હતા.

મનોજ વધવાએ જણાવ્યું હતું કે 10 ફેબ્રુઆરી, 2014 ના રોજ તે પત્ની ટીના અને 3 વર્ષના પુત્ર પ્રિતા સાથે સ્કૂટર ઉપર બાટા ટર્ન પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તે સ્કૂટર પાણીથી ભરેલા ખાડામાં જતા બેકાબૂ થઈ ગઇ હતી. આ અકસ્માતમાં પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને રસ્તામાં પડી ગયેલી પત્ની ટીનાને પણ અજાણ્યા વાહને કચડી નાખી હતી. આ અકસ્માતમાં પવિત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની ટીનાના 23 ઓપરેશન થયાં હતા. મનોજ વધવાએ કહ્યું કે, મ્યુનિસિપલ કમિશનર, હાઇવે ઓથોરિટી, હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ રસ્તાઓનાં ખાડા માટે જવાબદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp