કંઇક આ રીતે રોમેન્ટિક અંદાજમાં પોલીસે ચોરને કર્યો અરેસ્ટ, જુઓ Video

PC: twitter.com

કાયદાને લાગૂ કરતા સમયે નાગરિકોની સુરક્ષા અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે પોલીસ જવાબદાર હોય છે. તેઓ કોઇપણ અપ્રિય ઘટનાને રોકવા માટે એલર્ટ રહેતા હોય છે. તેઓ ગુનાહિત ગતિવિધિઓને રોકે છે, તેની શોધ કરે છે અને તપાસ કરે છે. પુરાવા ભેગા કરી આરોપીઓને દોષી જાહેર કરે છે. પોલીસ ગુના કરનારા કે પછી સમાજની શાંતિ ભંગ કરનારાઓ સામે કાયદાકીય પગલા લે છે અને તેમને પકડે છે. ઘણીવાર અમુક ઘટનાઓ હિંસક બની જાય છે અને પોલીસે ક્યારેક ક્યારેક ગુનેગારો સામે કડર વલણ અપનાવવું પડે છે. પણ શું તમે ક્યારેય એવું જોયું છે કે ગુનેગારને રોમેન્ટિક અંદાજથી પકડવામાં આવ્યો હોય?

રોમેન્ટિક અંદાજમાં પોલીસે ચોરને પકડ્યો

જોકે, આ આશ્ચર્ય પમાડે છે પણ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ એક ગુનેગારને રોમેન્ટિક રીતે અરેસ્ટ કરે છે. વીડિયોમાં પોલીસ સોફા પર સૂતેલા એક વ્યક્તિ પાસે પહોંચે છે. એક પોલીસકર્મી અજીબ રીતે એક્શન કરે છે જ્યારે બીજો પોલીસકર્મી સૂતેલા વ્યક્તિ પાસેછી બંદૂક જપ્ત કરી લે છે. પોલીસકર્મીએ અજીબ રીતે એક્ટિંગ કરતા સૂતેલા વ્યક્તિને જગાડવા તેના ગાલને સાવચેતીથી થપથપાવ્યો, જ્યારે બીજો પોલીસકર્મી તેને ખભેથી સાંત્વના આપી રહ્યો હતો.

વીડિયોમાં પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા

જેવો સૂતેલો વ્યક્તિ ઊઠે છે અને પોલીસને જુએ છે તો ચોંકી જાય છે. પહેલો પોલીસકર્મી તેને સૌમ્ય રીતે શાંત રહેવા કહે છે. બીજો પોલીસકર્મી તેને સામાન્ય રીતે કંઇક સમજાવે છે. અન્ય પોલીસકર્મી ચોરનો હાથ આરામથી પાછળ કરે છે. ત્યાર બાદ ગુનેગારને પકડીને પોલીસ તેને બહારની તરફ લઇ જાય છે.

ઈનસેઇન રિયાલિટી લીક્સ દ્વારા એક્સ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેના પર લોકોની મજેદાર કમેન્ટ્સ આવી રહી છે. એક યૂઝરે લખ્યું કે, આ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થયેલી સહજ ધરપકડ હતી. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, ભાઈને પોતાની નોકરીથી કંઇક વધારે જ પ્રેમ છે. તો ત્રીજા વ્યક્તિએ લખ્યું કે, ચોરને લાગ્યું હશે કે આ એક સપનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp