સ્પેનની સંસદમાં ઘૂસ્યો ઉંદર, કાર્યવાહી છોડીને ભાગતા દેખાયા સાંસદ

PC: aajtak.in

ભારતમાં ઉંદર દેખાવા સામાન્ય વાત છે પરંતુ કોઈ સરકારી બિલ્ડીંગમાં તે ફરતા જોવા મળે તો સાફ સફાઈ પર સવાલો ઉભા થાય છે. સ્પેનના સંસદ ભવનમાં એક ઉંદરે હડકંપ મચાવી દીધો હતો. જેના કારણે સંસદમાં ભાગદોડ મચી ગઈ હતી. આમ પણ ઉંદરને જોઈને મોટેભાગે દરેક જણાને ડર લાગતો જ હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. અસલમાં સ્પેનના સેવિલેમાં અંડાલૂસિયા સંસદમાં ગુરુવારે કાર્યવાહી ચાલી રહી હતી. તેવામાં અચાનક ઉંદર કોઈ જગ્યાએથી ઘૂસી ગયો હતો. ઉંદરને જોતાની સાથે સાંસદ સભ્યો મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વોટ આપવાને બદલે ભાગી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રીજનલ સ્પીકર માર્તા બાસ્કેટ બોલી રહી હતી, તેવામાં તેણે સંસદમાં એક મોટા ઉંદરને જોયો અને તેણે માઈક્રોફોન પર બૂમ પાડી અને શોકમાં પોતાનું મોઢું દબાઈ દીધું હતું. પરંતુ તેના પછી બીજા સદસ્યો ઉંદરની બીકમાં પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા હતા અને થોડા સમય માટે સંસદ ભવનમાં અફરા તફરી મચી ગઈ હતી. રિપોર્ટ પ્રમાણે, સભ્યએ વાત પર મતદાન કરવાના હતા કે પૂર્વ રીજનલ પ્રેસિડન્ટ સુઝાના ડિયાઝને સિનેટરના રૂપમાં નિયુક્ત કરવા જોઈએ કે નહીં. આના પર વોટ નાખતા પહેલા ઉંદરે સંસદની કાર્યવાહીને રોકી દીધી હતી.

એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઉંદર ઘણો મોટો હતો. ઉંદરને અંડાલૂસિયા સંસદ દ્વારા અનુબંધિત એક કંપનીએ પકડી લીધો હતો. તેના પછી સંસદમાં શાંતિ જોવા મળી હતી અને બૂમો પાડી રહેલા સંસદો પોતાની જગ્યાએ પાછા ફર્યા હતા. થોડા સમય માટે અટકેલી કાર્યવાહી ફરીથી શરૂ થયા પછી બધા સભ્યોએ ભેગા થઈને સુઝાના ડિયાઝને આ ક્ષેત્ર માટે સમાજવાદી સિનેટરના રૂપમાં પસંદ કર્યા હતા.

સેવિલે સ્થિત અંડાલૂસિયાની સંસદમાં 1982માં પહેલી વખત ચૂંટણી લડવામાં આવી હતી. ડીહોન્ડ સિસ્ટમ દ્વારા 109 સભ્યો પસંદ કરવામાં આવે છે. હાલમાં અહીં પીપલ્સ પાર્ટી ઓફ અંડાલૂસિયા અને સ્યૂદાદાનોસ ગઠબંધનની પાસે સાંસદમાં બહુમત છે. આ વીડિયોના વાયરલ થવા પર લોકો અલગ અલગ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈને નેતાના રિએક્શન ફની લાગી રહ્યા છે તો કોઈ સવાલ કરી રહ્યું છે કે આટલી મોટી ઉંમરના લોકો બાળકોની જેમ કેવા ડરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો ઉંદરની તુલના તેમના દેશના નેતાઓની સાથે કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp