'ચહેરા પર ગોળી મારી, કબરમાં દફનાવ્યો' તો પણ કંઈ રીતે જીવતો નીકળ્યો આ વ્યક્તિ?

PC: wingsdailynews.com

દુનિયામાં ચમત્કાર ખૂબ જ ઓછા થાય છે પરંતુ આ અજુબાથી ભરેલી દુનિયામાં ઘણી ઘટનાઓ બને છે, જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે અરે ! આ કઈ રીતે થઈ શકે છે ? આજે અમે તમને એવી જ એક સ્ટોરી જણાવીશું.

એક યુક્રેની વ્યક્તિના ચહેરા પર કથિત રીતે ગોળી મારવામાં આવી હતી. તેને તેના બે મૃત ભાઈઓની સાથે રુસી સેનાએ કબરમાં દફનાવી દીધો હતો. પરંતુ હવે તે ચમત્કારિક રૂપથી પોતાની કહાની વિશે જણાવવા માટે સામે આવી ગયો છે.

રિપોર્ટ મુજબ માયકોલા કોલીચેન્કોએ દાવો કર્યો છે કે, તેને અને તેના ભાઈઓને 18 માર્ચ 2022ના રોજ રુસની સેનાએ ઘરની બહાર કાઢ્યા અને લગભગ ત્રણ દિવસ સુધી તેઓની પૂછતાછ કરી. રુસી સેનાના કાફલા પર બોમ્બ વિસ્ફોટ કરવાના આરોપમાં તેમની પૂછતાછ કરવામાં આવી હતી.

આ પુછતાછ દરમિયાન ત્રણેય ભાઈઓને શારીરિક રૂપથી પણ ખુબજ હેરાન કરવામાં આવ્યા. પરંતુ પુછતાછના ચોથા દિવસે, કોલીચેન્કોને એક સૈન્ય વાહનની પાછળ બાંધવામાં આવ્યા, ત્યારબાદ તેઓની આંખો પર પટ્ટી બાંધવામાં આવી.

ત્યારબાદ તેમને જંગલની તરફ લઈ જવામાં આવ્યા. માયકોલાએ જણાવ્યું કે તેના મોટાભાઇ દિમિત્રો અને નાના ભાઈ યેવેનને તેનાથી દુર થોડા મીટરની દૂરી પર જ મારી નાખવા પહેલા, એક કબર ખોદવામાં આવી. થોડા સમય પછી માયકોલાના ચહેરા પર પણ ગોળી મારી દેવામાં આવી. જોકે ગોળીથી તેના ચહેરાને વધુ નુકસાન નહીં પહોંચ્યું. પરંતુ તેણે મરવાની એક્ટિંગ કરી.

ત્રણેય લોકોને મારી નાખ્યા પછી રુસી સૈનિકોએ તેમને કબરમાં દફનાવી દીધા, ત્યાંથી માયકોલાજ એકલો જ બહાર નીકળી શક્યો. તેની પાછળ એક કારણ એ પણ હતું કે, રુસી સૈનિકોએ જે કબર બનાવી હતી તે વધુ ઊંડી નહી હતી.

માયકોલાએ કહ્યું કે, 'હું ભાગ્યશાળી હતો અને હવે મારે બસ જીવતા રહેવું છે'. માયકોલાએ જણાવ્યું કે લાકડાના નાના ઘરમાં તે લોકો રહેતા હતા, જ્યાં રુસની સેનાએ ધાડ પાડી દીધી હતી.

આ સાથે જ તેણે કહ્યું કે, રુસી સૈનિકોની ઉપર બોમ્બ વિસ્ફોટમાં તેના પરિવારના કોઇ પણ વ્યક્તિનો હાથ નહી હતો, પરંતુ તેમને પરેશાન કરવા માટે તેમના દાદા સાથે સંબંધિત એક સૈન્ય પદકનું મળવું જ રુસી સેના માટે મહત્વનું થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp