હિંમતથી કહો હું ડરપોક છું પણ મૂર્ખ નથી

PC: facebook.com

આમ તો આપણને આપણા ઘરથી લઈ સુધી સ્કુલના શિક્ષણમાં આપણને બહાદુર થવાની તાલીમ આપવામાં આવે છે,પણ કયાં આપણને ડરવાની તાલીમ આપવામાં આવતી નથી.આજે કેરોનાને કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે તેમાં ડરવાની બહાદુરી બતાડવાની જરૂર છે.કોરાના સામેની લડાઈમાં લોકડાઉન એક માત્ર અસરકાર ઉપાય છે, પણ આમ છતાં હજારો લોકો રસ્તાઓ અને બજારમાં નિકળી પોતાની બહાદુરી બતાડી રહ્યા છે.ખરેખર આ બહાદુરી નથી પણ મૂર્ખતા છે.કારણ વગર ઘરની બહાર નિકળતા લોકો પોતાનો જીવ તો જોખમમાં મુકે છે પણ તેની સાથે તે પોતાના પરિવાર અને જયાં રહે છે તેવા પડોશીઓનો જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે.

આજે આપણે વાંર-વાંર સાંભળીએ છીએ ડરવાની જરૂર નથી, પણ હું કહીશ જે ડરશે તે જ બચશે, આજે મને ડર લાગે છે તેવુ કહેતા સંકોચ રાખશો નહીં,કારણ આજની સ્થિતિમાં જે કહે છે મને ડર લાગે છે ખરેખર તેઓ જ બહાદુર છે પણ જે કહે છે મને ડર લાગતો નથી તેઓ મહામૂર્ખ છે. જો તમે મારી જેમ ડરપોક છો,તમારે ફરજ છે કે આપણા જેવા ડરપોકોની સંખ્યામાં આપણે વધારો કરવાનો છે જે ભારતમાં ડરપોકોની સંખ્યા વધશે તો ભારત કોરોનાને માત આપી શકાશે આપણે આવનાર એક મહિના સુધી આ સ્થિતિ માટે તૈયાર રહેવાની જરૂર છે જેના માટે આપણે આટલુ જરૂર કરીશુ કારણ આપણે ડરપોક છીએ.

(1) તમારી સોસાયટી અને મહોલ્લાની બહાર જતા રસ્તાને બંધ કરી દો,સોસાયટીમાં રહેતા લોકો કારણ વગર ઘરની બહાર નિકળે નહીં તેની તકેદારી રાખો,

(2) તમારા મિત્રો અને સગાઓને કહી દો અમે ડરપોક છીએ થોડા દિવસ સુધી અમને એકલા રહેવા દો,કોઈ સગા અને મિત્રો તમારી ઘરે આવે તો તેમને બે હાથ જોડી ઘરની બહારથી જ રવાના કરો,જો તેઓ ખરેખર તમને પ્રેમ કરતા હશે તો તેમને માઠુ લાગશે નહીં.

(3) સોસાયટી અને મહોલ્લામાં પણ તમારા પડોશીથી એક મીટરનું અંતર રાખી વાત કરો

(4) બને ત્યાં સુધી ખરીદી કરવાનું ટાળો,બહુ જ જરૂરી હોય તો ખરીદી કરવા નિકળો, ખરીદી કરવા નિકળો ત્યારે ઓછામાં ઓછુ પાંચ દિવસનું ખરીદી લો જેથી રોજ બહાર નિકળવુ પડે નહીં.

(5) બહારથી ખરીદેલી વસ્તુ અને શાકને ઘરના એક ખુણામાં અડયા વગર નવ કલાક મુકી દો તેને અડશો નહીં સંભવ છે કે તમે ખરીદેલી વસ્તુઓ ઉપર પણ કોરાનાના જંતુ હોઈ શકે છે જે નવ કલાક સુધી જીવીત રહે છે આથી ખરીદેલા શાકને તરત ફ્રીજમાં મુકશો નહીં અને શાકનો તરત ઉપયોગ કરતા નહીં.

(6) ઘરના ઉબંરો ઓળગી બહાર જાવ અને પરત ફરો એટલે ઘર અને ઘરની વ્યકિતને સ્પર્શ કર્યા વગર સાબુથી હાથ ધુવો કારણ આપણે ડરવાની જરૂર છે.

(7)સોસાયટી અને મહોલ્લાની જાતે સફાઈ કરો હાલમાં સંભવ છે કે તમારો સફાઈ કામદાર આવી શકશે નહીં, એટલે આસપાસસફાઈનું ધ્યાન જાતે રાખો જાતે સફાઈ કરવામાં સંકોચ રાખશો નહી કારણ ડરવુ જરૂરી છે

જો તમને લાગે કે ડરવુ જરૂરી છે અને તમે પણ મારી જેમ ડરપોક છો તે આ પોસ્ટને વધુ મિત્રો સુધી શેર કરો ઃઘરમાં રહો સલામત રહો

(પ્રશાંતદયાળ)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp