જાણો ઇતિહાસમાં 22 એપ્રિલનું મહત્ત્વ...

PC: AdLibbing.org

આજે ઇન્ટરનેશનલ અર્થ ડે છે. વર્ષ 1970મા આજના દિવસે પહેલીવાર પર્યાવરણને બચવવા માટે અર્થ ડે મનાવવામાં આવ્યો હતો. દર વર્ષે 192થી વધુ દેશો આજના દિવસે પર્યાવરણથી જોડાયેલા કોઈને કોઈ કામ કરે છે. આજે આ દિવસે Khabarchhe.comની ટીમની તમને અપીલ છે કે પર્યાવરણને બચાવો અને ભવિષ્યની પેઢી માટે સારું વાતાવરણ બનાવો.

આજના દિવસે વર્ષ 1977મા પહેલીવાર લાઇવ ફાઈબર ઓપ્ટીકનો ઉપયોગ ટેલિફોન કોમ્યુનિકેશન માટે કરવામાં અઆવ્યો હતો. તેની શરૂઆત જનરલ ટેલિફોન એન્ડ ઇલેક્ટ્રોનિક્સે કેલિફોર્નિયામાં કરી હતી. ફાઈબર ઓપ્ટિક એક એવી ટેક્નોલોજી છે કે જેમાં પ્રકાશના કિરણોના માધ્યમથી અવાજજને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચાડી શકાય છે.

આજના દિવસે વર્ષ 1914મા પ્રખ્યાત ડીરેક્ટર બલદેવ રાજ ચોપરાનો જન્મ થયો હતો. બી.આર.ચોપરાનો જન્મ લુધિયાનામાં થયો હતો. બલદેવ ચોપરાએ પ્રખ્યાત ફિલ્મો 'નયાદૌર, કાનુન, નિકાહ, દાસ્તાન' જેવી સારી ફિલ્મો આપી હતી અને તેમણે 'બાગબાન' ફિલ્મની સ્ટોરી પણ લખી હતી. ખાસ કરીને તેમને 'મહાભારત' નામની સીરીયલ માટે યાદ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp