દુનિયાનું સૌથી મોંઘુ આઇસક્રીમ કિંમત છે 1 તોલા સોનાથી વધારે, જુઓ વીડિયો

PC: indianexpress.com

તમે તમારી જિંદગીમાં સૌથી મોંઘામાં મોંઘી કઇ વસ્તુ ખાધી છે?  કેટલાં રૂપિયાની ખાધી છે? જો તમને એમ કહેવામાં આવે કે દુનિયાના સૌથી મોંઘા આઇસક્રીમની કિંમત એક તોલા સોના કરતા વધારે છે તો તમે માનશો? શરૂઆતમાં અમને પણ માનવામાં નહોતું આવતું, પણ જયારે સાચી વિગત જાણી ત્યારે આંખ પહોળી થઇ ગઇ. દુનિયામાં તેલ અને ગોલ્ડ માટે વિશ્વભરમાં જાણીતા દુબઇમાં મળે છે આ સૌથી મોંઘું આઇસ્ક્રીમ અને એક કંપની કિંમત છે 60,000 રૂપિયા, જી, હા 60,000 રૂપિયા અને આઇસક્રીમનું નામ છે BLACK DIAMOND.

આ આઇસક્રીમ બેહદ ખાસ એટલા માટે છે કે એમાં ગોલ્ડનો ઉપયોગ થયેલો છે. તમે વિચારો કે એક કપના 60000 રૂપિયા અને પરિવારના 4 લોકો  આ આઇસક્રીમનો સ્વાદ માણે તો 2,40,000 રૂપિયા થઇ જાય. તમને થશે વળી, કોણ ખાતું હશે આટલું મોંઘું આઇસક્રીમ, પણ આટલું મોંઘું આઇસક્રીમ ખાનારા પણ છે.

દુનિયાભરમાં ઓઇલ કિંગ, સોનાની ઝળહળાટ અને બૂર્ઝ ખલીફાથી જાણીતા દુબઇમાં દુનિયાભરમાં સૌથી મોંઘુ આઇસક્રીમ મળે છે એ વાત જાણીતી એકટર અને ટ્રાવેલ બ્લોગર શેનાઝ ટ્રેઝરીએ શેર કરેલા વીડિયોમાંથી જાણવા મળી છે. દુનિયાના આ સૌથી મોંઘા આઇસક્રીમને વર્સાચે કેપમાં સર્વ કરવામાં આવે છે. ઇન્ડિયન એકસપ્રેસના અહેવાલ મુજબ દુબઇના સ્કુપી કેફેમાં વર્ષ 2015માં BLACK DIAMOND આઇસક્રીમ લોન્ચ કરવામાં આવ્યું હતું. એની ઉપર 23 કેરેટ સોનું લાગેલું છે અને અંદર મેડગાસ્કર વનીલા આઇસક્રીમ હોય છે. સાથે ઇરાનનું કેસર અને  બ્લેક ટ્રફલ મિકસ કરવામાં આવેલું હોય છે.

ટ્રાવેલ બ્લોગર શેનાઝ ટ્રેઝરીએ વીડિયો શેર કર્યા પછી લોકો આશ્ચર્યની સાથે કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે 60 હજાર રૂપિયામાં તો ભારતમાં આખી દુકાન આવી જાય તો અન્ય એકે લખ્યું કે આઇસક્રીમ ખાવા કરતો તો દુબઇની ટ્રીપ પ્લાન કરવી વધારે સરળ છે.

એક યૂઝરે લખ્યું કે સોનાની કોઇ ન્યૂટીશનલ વેલ્યૂ હોતી નથી, એટલે એને ખાવાનો કોઇ ફાયદો નથી., નુકશાન પણ નથી. ભારતમાં અનેક મિઠાઇઓ પર સોના-ચાંદીના વરખ લગાવવામાં આવે છે, પરંતું 23 કેરેટ સોનાવાળી આઇસક્રીમ પોતે એક અજૂબા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury)

દુબઇના આ કાફેમાં માત્ર મોંઘુ આઇસક્રીમ જ મળે છે એવું નથી, પણ 23 કેરેટ ગોલ્ડમાંથી બનાવેલી   LATTE કોફી પણ સર્વ કરવામાં આવે છે. જેને ગોલ્ડન કોફી તરીકે ઓળખવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp