આ રિક્ષાચાલકે પત્નીના ઘરેણા વેચી લોકડાઉનમાં દર અઠવાડિયે 15 હજાર લોકોને જમાડ્યા

PC: dainikbhaskar.com

કેન્દ્ર સરકારે કોરોનાની મહામારી વચ્ચે આપેલા લોકડાઉનમાં અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા. રોજનું રોજ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે દેશમાં અલગ-અલગ રાજ્યોમાં સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા ગરીબ લોકોને ભોજન આપવામાં આવતું હતું. ત્યારે આજે 47 વર્ષના એક એવા વ્યક્તિની વાત કરવી છે કે, જે પોતે તો રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ લોકડાઉનમાં તેને નિ:સહાય લોકોને જમાડવા માટે તે વ્યક્તિ પત્નીના ઘરેણાં પણ વેંચી નાંખ્યા હતા. લોકોને જમાડવા માટે ઘરેણાં વેંચી નાખ્યા છે તે વ્યક્તિએ લોકડાઉનમાં 50 લોકોને જમાડવાની શરૂઆત કરી હતી. 50 લોકોને જમાડવાની શરૂઆત સાત દિવસમાં 15 હજાર લોકો સુધી પહોંચી ગઈ હતી. હવે આ રિક્ષાચાલક દર રવિવારે 1,000થી 1,200 લોકોને પોતાના ખર્ચે જમાડે છે.

રિપોર્ટ અનુસાર કોઇમ્બતુરમાં બી મુરુગન પોતાના પરિવારની સાથે રહે છે. મુરુગન રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવતો હોવા છતાં 1999થી કોઈને કોઈ રીતે ગરીબ લોકોની મદદ કરી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે આપવામાં આવેલા લોકડાઉનમાં મુરુગને પોતાની સેવાનો વ્યાપ વધાર્યો હતો અને તેમને લોકડાઉનમાં ગરીબ લોકોને જમાડવાનું શરૂ કર્યું હતું. મુરુગને લોકડાઉનમાં 50 લોકોને જમાડવાની શરૂઆત કરી હતી અને આજે દર રવિવારે મુરુગન 1,000થી 1,200 લોકોને ભોજન આપે છે અને વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં ફૂડ પેકેટો પહોંચાડી રહ્યો છે.

મુરુગન જે ગરીબોને ભોજન કરાવે છે તે ભોજન તેની પત્ની ઘરે જ બનાવે છે અને ત્યારબાદ આ ભોજન ગરબો જમે છે. મુરુગને લોકોની મદદ કરવા માટે નિઝલ મય્યમ નામની એક સંસ્થા શરૂ કરી છે અને હાલ આ NGOમાં 50 જેટલા કાર્યકર્તાઓ જોડાયા છે. લોકડાઉનમાં મુરુગને લોકોને જમાડવા માટે પોતાની પત્ની ઉષાના ઘરેણાં પણ વેંચી નાખ્યા હતા.

બી મુરુગને જણાવ્યું હતું કે, હાલમાં મેં રીક્ષા ચલાવવાની સાથે-સાથે કોટન પ્રિન્ટિંગમાં કામ પણ શરૂ કર્યું છે અને દર મહિને 50 હજાર રૂપિયા કમાવ છું. જેમાંથી ઘર ખર્ચ અને દીકરાને સ્કૂલ ફીના પૈસા કાઢી લઇને બાકીના જે પૈસા વધે છે તે ગરીબોની મદદ કરવા પાછળ વાપરૂ છું.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, તે ધોરણ 10માં નાપાસ થઈ જતા ખૂબ નિરાશ થઈ ગયો હતો અને તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. જેના કારણે ચેન્નાઈના પોતાના ઘરેથી ભાગીને કોઇમ્બતુરના સિરુંમુગઈ શહેરમાં પહોંચ્યો હતી અને ત્યાં તેને ગરીબોની મદદ કરવાનો વિચાર આવ્યો હતો અને ત્યારબાદ તે ત્યાં જ વસી ગયો. તેને સૌ પ્રથમ વેઈટર અને ફેરીયાનું કામ કર્યું હતું અને ત્યારબાદ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવવા લાગ્યો હતો. કમાણી સાથે-સાથે તેને લોકોની મદદ કરવાનું શરૂ કર્યું અને ગરીબ લોકોને ભોજન આપવાની શરૂઆત કરી. મુરુગન છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની સેવા કરે છે અને તેનો એક જ ઉદેશ્ય છે કે, કોઈ વ્યક્તિ ભૂખ્યો ન સુવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp