આ કંપનીમાં નોકરી મેળવવા માટે રિઝ્યૂમ નહીં પરંતુ લખવો પડે છે લવ લેટર

PC: seoclerk.com

જ્યારે પણ તમે કોઈ કંપનીમાં ઈન્ટરવ્યૂ માટે પહોંચો છો, તો તેઓ તમારી પાસે તમારું રિઝ્યૂમ માંગતા હોય છે અને તેના આધારે જ તમારી યોગ્યતા પારખવામાં આવે છે. પરંતુ એક કંપની એવી પણ છે જે રિઝ્યૂમ નહીં પરંતુ નોકરી લેવા માટે આવનારા ઉમેદવાર પાસે લવ લેટર માગે છે.

અમેરિકાની એક્યુઈટી શિડ્યુલિંગ નામની કંપની આ અનોખો ઈન્ટરવ્યૂ લે છે. એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા કંપનીના સીઈઓ ગેવિન ઝુચલિંસ્કીએ કહ્યું હતું કે, ઓનલાઈન શિડ્યુલિંગ કંપનીની ભરતી પ્રક્રિયા ઘણી અલગ છે. જ્યારે પણ અમે સમાચાર પત્રમાં એડ આપીએ છે, તો તેઓ કોઈને ડેટ પર બોલાવતા હોય તેવું લાગે છે. તેના કહેવા પ્રમાણએ નોકરી એક રીતે ડેટિંગ કરવાનું જ કામ છે.

જેવું તમે આ કંપનીમાં નોકરી માટે અપ્લાઈ કરો છો, તો સૌથી પહેલું કામ તમારે લવ લેટર લખવાનું હોય છે. ઝુચલિંસ્કી જણાવે છે કે તે મોટેભાગે બધા ઉમેદવારના લવ લેટર વાંચે છે અને તેના આધારે નક્કી કરે છે કે આગળના રાઉન્ડમાં તેમને બોલાવવામાં આવશે કે નહીં.

તે વધુમાં કહે છે કે, અમે લવ લેટર લખવા માટે એટલા માટે કહીએ છે કારણ કે અમે ઉમેદવારના વિચાર જાણવા માંગીએ છે. તે કઈ રીતે વિચારે છે અને કેવી રીતને વિચારધારા ધરાવે છે, તે તેમના લવ લેટર પરથી ખબર પડી જાય છે. પોતાની કંપની આ અલગ રીતના ઈન્ટરવ્યૂ અંગે વાત કરતા તે કહે છે કે, તેઓ રિઝ્યૂમ પણ માંગે છે પરંતુ નોકરી મેળવવાના છેલ્લા સ્ટેજ પર માંગવામાં આવે છે. કંપનીના બધા કર્મચારીઓ માત્ર 6 કલાક કામ કરવાનું હોય છે. કંપનીના કર્મચારીઓ ઘરેથી પણ કામ કરી શકે તેવી આઝાદી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp