84 વર્ષ બાદ આ રાજ્યમાં દેખાયો લાલ રંગનો દુર્લભ સાંપ

PC: hindustantimes.com

ઉત્તરાખંડમાં 84 વર્ષના સમય બાદ દુર્લભ લાલ સાપ જોવા મળ્યો છે. ઉત્તરાખંડના નૈનિતાલમાં અત્યંત દુર્લભ પ્રજાતિનો સાંપ એક ઘરમાંથી મળ્યો છે. આ દુર્લભ સાંપને કોરલ કૂકરી કહેવામાં આવે છે અને સૌથી ખાસ વાત એ છે કે તેનો રંગ આખો લાલ હોય છે. નૈનિતાલના એક ઘરમાં આ સાંપ સંતાયેલો હતો, જેને વન વિભાગની ટીમે કાઢ્યો હતો. વન અધિકારીઓ અનુસાર, આ દુર્લભ સાંપને પહેલીવાર વર્ષ 1936માં ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં નજરે પડ્યો હતો. ત્યારબાદ તેને વૈજ્ઞાનિક નામ ‘આલિગોડોન ખેરીએન્સિસ’ આપવામાં આવ્યું. આ સાંપને કૂકરી એટલા માટે પણ કહેવામાં આવે છે કે કેમ કે ગોરખાઓની કૂકરી (ચપ્પુ) જેવો હોય છે. એ સાંપના દાંત ચપ્પુની બ્લેડ જેવા વર્તુળાકાર હોય છે.

એ સાંપને લઈને વિભાગીય વનાધિકારી (DFO) નીતિશ મણી ત્રિપાઠીએ કહ્યું હતું કે, ‘ગોલા રેન્જ ટીમને નૈનીતાલ જિલ્લાના કુરારિયા ખટ્ટા ગામના રહેવાસી કવિન્દ્ર કોરન્ગાએ શુક્રવારે સવારે બચાવ માટે મદદ માંગી હતી. જ્યારે અમે ત્યાં ગયા તો ગ્રામીણોએ સાંપને પકડી લીધો અને તેને પ્લાસ્ટિકના કોથળામાં બંધ કરી દીધો. ત્રિપાઠીએ કહ્યું હતું કે, સાંપને બચાવ્યા બાદ, ટીમ આશ્વર્યચકિત હતી. તે દુર્લભ સાંપોમાંથી એક હતો. કૂકરી સાંપને ટીમે જંગલમાં છોડી દીધો. દહેરાદૂન સ્થિત વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના વન્ય જીવ વિશેષજ્ઞ વિપુલ મોર્યએ કહ્યું હતું કે, લાલ કોરલ કૂકરી એક ખૂબ જ દુર્લભ પ્રજાતિ છે અને ઉત્તરાખંડમાં અત્યાર સુધી બેવાર જોવા મળ્યો છે.

ખુરિયાખત્તાનો રહેવાસી કવિન્દ્ર સિંહ કોરન્ગાએ પોતાના ઘરની બાઉન્ડ્રી પર લાલ રંગનો સાંપ ચાલતા જોઇને ચોંકી ગયો. અનોખા રંગના દેખાતા સાંપને જોઈને ગભરાયેલ કોરન્ગા પરિવારે વનવિભાગની ટીમને જાણકારી આપી દીધી કે ઘરમાં લાલ રંગનો સાંપ ભરાઈ ગયો છે. આ માહિતીના આધારે આરપી જોશીએ અનુમાન લગાવ્યું હતું કે તે દુર્લભ પ્રજાતિનો સાંપ હોય શકે છે. એ જ કારણ છે કે રેન્જરે કર્મચારી મોકલવાના આશ્વાસન સાથે સાંપને નુક્સાન ન પહોંચાડવાનું કહ્યું હતું. ત્યારબાદ વનવિભાગના સ્નેક કેચર એટલે કે સાંપ પકડાનાર વિશેષજ્ઞ કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા અને સાંપને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યો. આ સાંપની ખાસિયત એ છે કે ડેમિટેટ ટેકરીમાં રહે છે અને અન્ય સાંપો અને ગરોડીઓને ખાય છે. જોવામાં તે એકદમ લાલ એટલે કે તે કોરલ પથ્થર જેવો દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp