જાણો, હવામાન વિભાગ કઈ રીતે આપે છે સિગ્નલ અને દરેક સિગ્નલ શું સુચવે છે?

PC: sandesh.com

હાલમાં ગુજરાતના દરિયા કિનારે વાયુ નામના વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં દરિયા કિનારાઓ પર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે. સુરાક્ષાની દ્રષ્ટિએ તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ગુજરાતના મોટાભાગના બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

કોઈપણ સમયે દરીયાઈ આફત આવે ત્યારે સાવધાની માટે 1થી 11 નંબર સુધીમાં કોઈ એક નંબરનું સિગ્નલ આપવામાં આવે છે. હવે તમે વિચારતા હશો કે, આ સિગ્નલ શા માટે આપવામાં આવે છે અને કયા આધાર પર આપવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા 11 સિગ્નલો આપવામાં આવે છે. આ તમામ સિગ્નલો અલગ-અલગ કુદરતી આફતની શક્તિનું સૂચન કરે છે. તો તમે પણ જાણી લો આ સિગ્નલો વિશેઃ

  • સિગ્નલ નંબર 1 - 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી સાવધાન રહેવા માટે આપવામાં આવે છે.
  • સિગ્નલ નંબર 2 - 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન માટે દરિયામાં રહેલા જહાજોને સંકેત આપવામાં છે. 
  • સિગ્નલ નંબર 3 - 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને દરિયા કિનારાઓ વાવાઝોડાથી પ્રભાવિત થવાની માહિતી આપે છે. 
  • સિગ્નલ નંબર4 - 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને હવામાન યોગ્ય ન હોવાની માહિતી આપે છે. 
  • સિગ્નલ નંબર 5 - 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને દરિયાનું વાવાઝોડું તોફાનમાં ફેરવાવાનો સંકેત આપે છે. 
  • સિગ્નલ નંબર 6 - 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને તોફાન બાજુમાંથી નીકળતું હોવાના સંકેત આપે છે. 
  • સિગ્નલ નંબર 7 - 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને બંદરો માટે ભયજનક ખતરાનું સંકેત આપે છે. 
  • સિગ્નલ નંબર 8 - 90થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને જોખમી ચેતવણી આપે છે. 
  • સિગ્નલ નંબર 9 - 90થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વાવાઝોડું ભયજનક અને જોખમી રીતે આવવાની શક્યતાના સંકેત આપે છે. 
  • સિગ્નલ નંબર 10 - 120થી 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વાવાઝોડું ભયજનક રીતે આવવાની શક્યતા દર્શાવે છે. 
  • સિગ્નલ નંબર 11 - 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને કાર્યાલયના બધા સંચાર નિષ્ફળ કરી દેવાના સંકેત આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp