આ ગંદા કિચનનો વીડિયો જોઈને તમે બીજી વાર નહીં ખાવ પિત્ઝા

PC: twitter.com/roshovani

લોકોને ઘરનું ભોજન કરતા હોટેલ કે, પછી રેસ્ટોરન્ટનું ભોજન જમવામાં વધારે આનંદ આવે છે. કોઈનો જન્મ દિવસ હોય પછી કોઈ પણ અન્ય કોઈ ખૂશીનો અવસર હોય લોકો પરિવારની સાથે હોટેલમાં જઈને જમતા હોય છે. ત્યારે કેટલીક વાર હોટેલના કે, રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત કે, પછી અન્ય અનહાઈઝેનીક વસ્તુ નીકળી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે જો તમે પિત્ઝા ખાવાના શોખીન હોય તો આજે અમે તમને એક ગંદા કિચનનો વીડિયો બતાવીશું કે, તમે પિત્ઝાના રોટલા બનવાની રીત જોઈને ચોંકી જશો અને ક્યારેય પણ પિત્ઝા ખાવાની હિંમત નહીં કરો.

રોહિત શ્રીવાસ્તવ નામના વ્યક્તિએ એક વીડિયો ટ્વીટર પર અપલોડ કર્યો છે અને લખ્યું છે કે, પિત્ઝા ફેકટરી ઇન્ડિયા, મને વિશ્વાસ છે કે, તમે આ વીડિયો જોયા પછી લોકલ પિત્ઝા સેન્ટર પર જતા પહેલા બે વખત વિચારશો. રોહિત શ્રીવાસ્તવે જે વીડિયો અપલોડ કર્યો છે. તે જોઈને કોઈ વ્યક્તિ ઉલટી પણ કરી શકે છે. કારણ કે, ખૂબ ગંદી રીતે પિત્ઝાના રોટલા બનાવામાં આવે છે.

વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે, એક વ્યક્તિ પિત્ઝાના રોટલા વણી રહ્યો છે અને એ પણ લાદી પર. આ લાદી પરથી દિવસ દરમિયાન કર્મચારીઓ ખરાબ પગે આવન જાવન કરે છે. તે લાદી પર જ કોઈ વસ્તુ રાખ્યા વગર પિત્ઝાના રોટલા વણાઈ રહ્યા છે. યુવક રોટલા વણતા સમયે પોતાના બંને ગોઠણ રોટલા પર રાખીદે છે. જેથી તેના પગમાં રહેલો મેલ પણ પિત્ઝાના રોટલામાં આવી શકે છે.

આ ઉપરાંત એક વ્યક્તિ પિત્ઝાના રોટલાનો થપ્પો કરી રહ્યો છે. એ વ્યક્તિ પણ લાદી પર રહેલો લોટ પિત્ઝાના રોટલા પર ચોપડે છે અને ત્યારબાદ રોટલાનો થપ્પો કરે છે. થપ્પો કાર્ય પછી આ વ્યક્તિ પિત્ઝાના રોટલાના થપ્પા પર ઉભો રહી જાય છે.

આ ઉપરાંત આ કિચનમાં એક વ્યક્તિ કોઈ વસ્તુને તેલમાં તળી રહ્યો છે અને એક વ્યક્તિ કોઈ વસ્તુને કાપી રહ્યો છે. તે લોકો પણ આ ખાદ્ય પદાર્થને કોઈ વાસણમાં લેવાના બદલે લાદી પર જ મૂકી રહ્યા છે. કિચનમાં કામ કરતા એક પણ વ્યક્તિએ પગમાં મોજા કે, હાથમાં મોજા પહેર્યા નથી.

આ પ્રકારે ખરાબ રીતે બનતું ફૂડ ખાઈને કોઈ પણ વ્યક્તિ બીમાર થઇ શકે છે. રોહિત શ્રીવાસ્તવ દ્વારા પોસ્ટ કરવામાં આવેલો વીડિયો અત્યાર સુધીમાં 33 હજાર કરતા વધારે લોકોએ જોયો છે અને 738 લોકોએ રી-ટ્વીટ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp