વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપમાં આનંદે વર્લ્ડ નંબર 1 કાર્લસનને હરાવ્યો

PC: twitter.com/vishy64theking

ભારતના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે બુધવારના રોજ સાઉદી અરબના રિયાધમાં ચાલી રહેલી વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપના 9મા રાઉન્ડમાં વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવી દીધો હતો. વિશ્વનાથન આનંદે નિઝ્મો ભારતીય ડિફેન્સમાં બોટવિનનિક પદ્ધતિથી કાર્લસનને હરાવ્યો હતો. આનંદે ફક્ત 34 ચાલમાં આ મુકાબલો પોતાના નામે કર્યો હતો.

આનંદે વઝીર અને ઉંટ પર સારું નિયંત્રણ હાંસલ કર્યું હતું, જેને કારણે તે ખૂબ જ શક્તિશાળી રહ્યા. વિશ્વનાથન આનંદ સિવાય આ ચેમ્પિયનશિપમાં પૂણેની સ્ટાર ચેસ પ્લેયર ઈશા કરવડેએ ટોચની રેન્કિંગવાળી વેલેન્ટિના ગુનિનાને 9 રાઉન્ડમાં હાર આપીને નેક્સ્ટ રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp