રિંગ છોડીને ક્રિકેટના મેદાન પર ઉતર્યો WWE સ્ટાર જ્હોન સીના

PC: intoday.in

WWEમાં આપણે સૌએ જ્હોન સીનાને લડાઈ કરતા જોયો હશે. દુનિયાની સાથે ભારતમાં પણ તેના ઘણા ફેન ફોલોઅર્સ છે. તેમની પર્સનાલિટીના ઘણા ફેન છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જ્હોન સીના WWEની રિંગ છોડીને ક્રિકેટના ગ્રાઉન્ડ પર મેચ રમતા જોવા મળ્યો હતો.
વાત કંઈક એમ છે કે WWEના રેસ્લર તેમની આગામી ફિલ્મ 'Ferdinand' આવી રહી છે અને તેના પ્રમોશન માટે તે દુનિયાભરમાં ફરી રહ્યા છે.

ફિલ્મના પ્રમોશન માટે તે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો અને ત્યાં પહોંચીને ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો. 16 વખત WWEના ચેમ્પિયન રહી ચૂકેલા જ્હોન સીનાએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી શેન વોટસન સાથે ક્રિકેટ રમતા નજર આવ્યો હતો. સીનાને ક્રિકેટનું કોઈ જ્ઞાન નથી, પરંતુ વોટસને  તેમને કેટલીક ટિપ્સ આપી હતી.


ક્રિકેટ રમતો ફોટો હાલ ઈન્ટરનેટમાં અને તેમના યુઝર્સમાં વાઈરલ થઈ રહ્યો છે અને તેમના ફેન આ ફોટાને ઘણો પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp