પંકજ અડવાણી જીત્યો 18મી વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ

PC: worldsnooker.com

ભારતના સ્ટાર સ્નૂકર પ્લેયર પંકજ અડવાણીએ કતારમાં રમાયેલી IBSF વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ઈરાનના આમીર સરખોશને હરાવીને પોતાનો 18મો વિશ્વ ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. પંકજે બેસ્ટ ઓફ 15 ફ્રેમના ફાઇનલ મુકાબલામાં આમીર પર 8-2થી જીત મેળવી હતી. આ પહેલા પંકજે 12 નવેમ્બરે આ સ્થાન પર વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ ખિતાબ પણ જીત્યો હતો.

અડવાણીએ આ મુકાબલો 19-71; 79-53; 98-23; 69-62; 60-05; 0-134; 75-07; 103-4; 77-13; 67-47થી જીતી લીધો હતો. આ પહેલા અડવાણીએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રિયાના યુવા ખેલાડી ફ્લોરિયન નુબલને 7-4થી હરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.