PM મોદીનાં ભાષણનાં 15 મહત્વનાં મુદ્દા

PC: narendramodi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70મા સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને લાલા કિલ્લા પરથી સંબોધન કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં અનેક મુદ્દાનાં સામેલ કર્યા.

જાણીએ તેમનાં ભાષણનાં 15 મહત્વનાં મુદ્દા....

  • બાળકોનાં મોત : વડાપ્રધાને શરૂઆતમાં ગોરખપુરનાં બાળકોનાં મૃત્યુ અંગે સંવેદના પ્રકટ કરી અને કહ્યું 125 કરોડ લોકોની સંવેદના તેમની સાથે છે.
  • ન્યૂ ઈન્ડિયા : સામૂહિક સંકલ્પ અને પ્રતિબધ્ધતા સાથે 2022 સુધીમાં એક નવા ભારતનાં સંકલ્પને આગળ વધારી દેશને પ્રગતિશીલ બનાવવાનો છે.
  • દેશમાં ઈમાનદારીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. બેઈમાનોને માથું ઢાંકવાની જગ્યા મળી રહી નથી. સરકારે 800 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરી છે.
  • જીએસટીની પ્રશંસા કરી કહ્યું કે ખૂબ ઓછા સમયમાં આવડા મોટા દેશમાં જીએસટી લાગૂ કરવું એ ગર્વપ્રદ ઘટના છે.
  • કાશ્મીર સમસ્યાનું સમાધાન ન તો ગોળીથી થશે, ન તો ગાળ આપવાથી થશે, પરંતુ કાશ્મીરીઓને ગળે લગાડીને થશે. સરકાર આના માટે સંકલ્પબદ્વ છે.
  • સરકારે જૂની અટકેલી યોજનાએને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે. અને નવી ટેકનિકનો ઉપયોગ કર્યો છ.
  • નોટબંધીને લોકોએ સમર્થન કર્યું. ભ્રષ્ટાચાર પર અંકૂશ મેળવવામાં સફળ રહ્યા છીએ.
  • ગરીબોને મફત ગેસ કનેકશન આપનારી ઉજ્જવલા યોજના, સ્વચ્છતા અભિયાન સહિત બધા જ ક્ષેત્રની યોજનાઓને દેશવાસીઓનું સમર્થન મળ્યું.
  • ખેડુતોને બીજથી લઈ બજાર સુધીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે એફડીઆઈ નીતિને ઉદાર બનાવા સહિતના અનેક પગલા ભરવામાં આવ્યા.
  • પાછલા ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કરોડો યુવાનોને પોતાના પગ પર ઉભા રહી રોજગારની તકો ઉભી કરવામાં આવી.
  • આસ્થાનાં નામ પર હિંસા કરવી યોગ્ય નથી. જાતિવાદનું ઝેર દેશનું ભલું કરી શકે નહી. આપણે શાંતિ, એકતા અને સદભાવ સાથે આગળ વધતા રહીએ.
  • અંદાજે નવ કરોડ ખેડુતોને મદા કાર્ડ અને 2.5 કરોડ ગરીબ મહિલાઓને એલપીજી ગેસ કનેકશન આપવામાં આવ્યા.
  • આતંકવાદ અથવા આતંકવાદીઓ વિરુધ્ધ નરમાઈનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. જમ્મૂ-કાશ્મીરને ફરીથી ધરતીનું સ્વર્ગ બનાવવા માટે સરકાર સંકલ્પબદ્વ છે.
  • ત્રણ તલાક વિરુધ્ધ પીડિત મહિલાઓએએક આંદોલન શરૂ કર્યું અને આખાય દેશે સાથ આપ્યો.
  • આપણે સૌ ભેગા મળીને એવો ભારત દેશ બનાવીએ જ્યાં ગરીબ પાસે પાકા મકાનો, વિજ અને પાણીની સુવિધા પણ પ્રાપ્ય હોય.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp