મહિલાઓ માટે 33% અનામત, 181 સીટ રિઝર્વ, 15 વર્ષ ટાઇમ લિમિટ, જાણો બિલની તમામ વાતો

PC: indiatvnews.com

નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહીમાં સરકારે પહેલું બિલ રજૂ કર્યું છે. પહેલું બિલ મહિલા આરક્ષણ સાથે જોડાયેલું છે.તેને ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામ આપવામાં આવ્યું છે.

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે આ બિલને નવી લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલમાં લોકસભા અને વિધાનસભામાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઇ છે. એનો મતલબ એ થયો કે હવે લોકસભા અને વિધાનસભામાં એક તૃત્યાંશ મહિલાઓ હશે.

લોકસભામાં અત્યારે 82 મહિલા સંસદની સભ્ય છે. આ બિલનો કાયદો બન્યા પછી મહિલા સભ્યો માટે 181 બેઠકો અનામત રહેશે.

આ બિલમાં બંધારણની કલમ 239AA હેઠળ રાજધાની દિલ્હીની વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવી છે. એટલે કે હવે દિલ્હી વિધાનસભાની 70માંથી 23 બેઠકો મહિલાઓ માટે હશે.

માત્ર લોકસભા અને દિલ્હી વિધાનસભા જ નહી, બલ્કે બાકી રાજ્યોની વિધાનસભામાં પણ મહિલાઓને 33 ટકા અનામતનો લાભ મળશે.

આ બિલ હેઠળ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 15 વર્ષ માટે આરક્ષણ મળશે. 15 વર્ષ પછી જો મહિલાઓને આરક્ષણ આપવું હશે તો ફરી બિલ લઇને આવવું પડશે.

Sc-ST મહિલાઓને અલગથી આરક્ષણ મળશે નહીં. આરક્ષણની આ વ્યવસ્થા આરક્ષણ હેઠળ જ કરવામાં આવી છે. મતલબ કે, લોકસભા અને વિધાનસભામાં જેટલી બેઠકો Sc-St માટે અનામત છે, તેમાંથીજ 33 ટકા બેઠકો મહિલાઓ માટે હશે.

આને જરા જુદી રીતે સમજીએ. અત્યારે લોકસભામાં 84 બેઠકો Sc માટે અને 47 બેઠકો ST માટે અનામત છે. બિલનો કાયદો બન્યા પછી 84 Sc બેઠકોમાંથી 28 સીટો Sc મહિલાઓ મારે રિઝર્વ રહેશે. એ જ રીતે 47St બેઠકોમાંથી 16 સીટો મહિલાઓ માટે રિઝર્વ રહેશે.

લોકસભામાં OBC વર્ગ માટે આરક્ષણની વ્યવસ્થા નથી. SC-ST સીટો બાદ કર્યા પછી લોકસભામાં કુલ 412 સીટો બચે છે. આ બેઠકો પર સામાન્ય ઉમેદવારની સાથે OBC પણ ચૂંટણી લડે છે. એ હિસાબે 137 બેઠકો સામાન્ય અને OBC વર્ગની મહિલાઓ માટે રિઝર્વ રહેશે.

જે બેઠકો મહિલાઓ માટે આરક્ષિત નહી હોય ત્યાંથી પણ મહિલાઓ લૂંટણી તો લડી જ શકશે. આ બિલ એટલા માટે લાવવામાં આવ્યું છે કારણ કે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓની ભાગીદારી વધી શકે. અત્યારે લોકસભામાં 82 મહિલા સાંસદ છે જે વધીને 181 થશે.

સંસદ અને વિધાનસભાઓં મહિલઓનું પ્રતિનિધિત્વ 15 ટકા કરતા ઓછું છે. અત્યારે લોકસભામાં કુલ 543 સાંસદોમાંથી 78 મહિલા સાસંદ છે.

રાજ્યોની વિધાનસભાની વાત કરીએ તો બિહારમાં 10.70 ટકા, છત્તીસગઢ 14.44, હરિયાણા 10 ટકા, ઝારખંડ 12.35 ટકા, પંજાબ 11.11 ટકા, રાજસ્થાન 12 ટકા, ઉત્તરાખંડ 11.43 ટકા, ઉત્તર પ્રદેશ 11.66 ટકા, પશ્ચિમ બંગાળ 13.70 ટકા, દિલ્હી 11.43 ટકા, ગુજરાત 8.2 ટકા છે. હિમાચલ વિધાનસભામાં માત્ર 1 જ મહિલા ધારાસભ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp