MCD પરિણામો બાદ AAPનો આરોપ- કોર્પોરેટર ખરીદવા લાગી ભાજપ

PC: khabarchhe.com

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બુધવારે આવ્યા. આમાં AAPએ MCDની 250 સીટોમાંથી 134 સીટો કબજે કરી છે. જ્યારે ભાજપને 104 બેઠકો મળી છે. એક ટીવી ચેનલ સાથે વાત કરતા આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા રીના ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) પરિણામો બાદ AAP કાઉન્સિલરોને ખરીદવાના પ્રયાસોમાં લાગી ગઈ છે.

રીના ગુપ્તાએ કહ્યું કે ભાજપ ગમે તેટલી કોશિશ કરી લે, પણ અમારા કાઉન્સિલરો વેચાણ માટે નથી નું બોર્ડ લાગેલું છે અને દિલ્હીના મેયર આમ આદમી પાર્ટીના જ બનશે. રીના ગુપ્તાએ કહ્યું કે ભાજપે અગાઉ દિલ્હીમાં AAPના ધારાસભ્યોને ખરીદવા માટે 'ઓપરેશન લોટસ' ચલાવ્યું હતું પરંતુ તે સફળ થયું ન હતું. જણાવી દઈએ કે 7 ડિસેમ્બરે આવેલા MCD ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે. આ સાથે MCD પર લગભગ 15 વર્ષથી ચાલી રહેલી ભાજપની સત્તાનો અંત આવી ગયો છે.

દિલ્હીની 250 મ્યુનિસિપલ કોર્પોરેશન સીટોમાં ભાજપે 104, AAP 134, કોંગ્રેસ 9 અને અન્યોએ 3 સીટો કબજે કરી છે. જણાવી દઈએ કે પરિણામોમાં AAPને બહુમતી મળ્યા બાદ AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું, 'ભાજપે આ ચૂંટણીમાં 400 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા, તેની સાથે આ ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ફોટો લગાવવામાં આવ્યો હતો.'

તેમણે કહ્યું કે આખી ચૂંટણીનો હવાલો જેપી નડ્ડાને સોંપવામાં આવ્યો હતો અને આ ચૂંટણીમાં પ્રચાર માટે 17 કેન્દ્રીય મંત્રીઓને બોલાવવામાં આવ્યા હતા. આ સિવાય 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તે પછી પણ દિલ્હીની જનતાએ દિલ્હીના દીકરા અરવિંદ કેજરીવાલને જીતાડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp