પોલીસ પરમિશન વગર AAP કરશે PM આવાસનો ઘેરાવ

PC: twitter.com/AamAadmiParty

દિલ્હીમાં છેલ્લા 7 દિવસથી કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સાંજે AAP નેતા અને કાર્યકરો પ્રધાનમંત્રી આવાસ 7 લોકકલ્યાણ માર્ગનો ઘેરાવ કરવા માટે એકત્ર થઈ ગયા છે. વિરોધ પ્રદર્શનને જોતા દિલ્હી મેટ્રોના 5 સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યા છે. જુલુસ મંડી હાઉસથી PM હાઉસ તરફ લોકો કુચ કરી રહ્યા છે.

અપડેટઃ

દિલ્હી પોલીસે સંસદ માર્ગ પર AAP કાર્યકર્તાઓને રોક્યા

દિલ્હી પોલીસે કહ્યું, પ્રદર્શનકારીઓને સંસદ માર્ગથી આગળ નહીં જવા દેવામાં આવે

AAPના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, ‘તાનાશાહી નહીં ચાલે, LG શાહી નહીં ચાલે’

દિલ્હી ટીચર્સ એસોસિએશન પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયું, CM કેજરીવાલના સમર્થનમાં મંડી હાઉસ પહોંચ્યા મોટી સંખ્યામાં લોકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp