અમદાવાદમાં કોંગ્રેસે આ બેઠક છીનવતા ભાજપની મહિલા કાર્યકર્તા રડી પડી

PC: youtube.com

ગુજરાત છ મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં કેટલીક જગ્યા પર કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી અને ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ અને અમદાવાદમાં અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસે ભાજપના હાથમાંથી એક બેઠક આંચકી લેતા ભાજપના મહિલા કાર્યકર્તા રડી પડ્યા હતા.

રિપોર્ટ અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. આ બેઠક પર ભાજપનો પરાજય થયો હોવાના કારણે એક મહિલા કાર્યકર્તાને માઠું લાગી આવ્યું હતું. તેથી તેઓ રડી પડ્યા હતા.

મહિલા કાર્યકર્તાએ 25 વર્ષ પક્ષ માટે મહેનત કરી હોવા છતાં પણ દરિયાપુર બેઠક કોંગ્રેસે આંચકી લેતા તેઓ ભાવુક થઇ ગયા હતા અને તેમની આખો ભીની થઇ ગઈ હતી. કોંગ્રેસની દાણીલીમડા અને દરિયાપુર બેઠક પરથી જીત થઇ છે. આ ઉપરાંત 9 બેઠક પર અમદાવાદમાં ભાજપે જીત હાસલ કરી છે.

અમદાવાદમાં નવા વાડજ, ખોખરા, સરદારનગર, ગોતા, થલતેજ, વસ્ત્રાલ, સૈજપુર બોઘા, જોધપુર અને નવરંગપુરા વોર્ડમાં ભાજપની જીત થતા કાર્યકર્તા અને આગેવાનોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં વોર્ડ નંબર 44માંથી ભાજપના ઉમેદવાર સોનલ ઠાકોર, પુષ્પાબેન, મધુ પરમાર અને અપૂર્વ પટેલનો વિજય થયો છે. ખોખરામાંથી પણ ભાજપની પેનલ વિજેતા બની છે. બહેરામપુરમાં કોંગ્રેસના ઉમેદવાર કમળા સહિતના ચાર ઉમેદવારોની પેનલનો વિજય થયો છે. આ ઉપરાંત અમદાવાદના વોર્ડ નંબર 6માંથી ભાજપના 3માંથી 1 ઉમેદવાર જ વિજય બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp