બ્રાંડ અને બુથ બંને મજબૂત હોવા છતા રાજ્યમાં કેમ સત્તાથી દૂર થઈ રહી છે BJP

PC: https://www.hindustantimes.com

દેશમાં હાલમાં વિપક્ષના 'અચ્છે દિન' ચાલી રહ્યા છે. આ વર્ષે ભાજપે લોકસભામાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને જીત પણ મેળવી હતી. લોકસભામાં કુલ 543 બેઠકમાંથી 303 બેઠક મેળવી હતી. ટકાવારીની દ્રષ્ટિથી એ માત્ર 56 ટકા છે. ભાજપ પાસે બ્રાંડ અને ચહેરો હોવા છતા સત્તાદૂર થઈ રહી છે. બીજી તરફ એમના બુથ કાર્યકર્તાઓ પણ મજબુત છે. ભાજપ રાજકીય પક્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બ્રાંડ વ્યક્તિ છે. એમના જ ચહેરાને ચૂંટણીમાં આગળ ધરીને પક્ષ ચૂંટણી જીતી રહ્યો છે. બ્રાંડ સ્તર પર જોવામાં આવે તો પાર્ટી માત્ર દેશમાં નહીં પણ દુનિયામાં પણ એક મજબુત સ્તર ધરાવે છે.

સમગ્ર દુનિયામાં ભાજપની ઓળખ વડાપ્રધાન મોદીના ચહેરાથી થઈ રહી છે. ગત વર્ષે ભાજપ સંગઠને એક વાક્ય જાહેર કર્યું હતું. 'મેરા બુથ સબસે મજબુત'. જે કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક બુથ કાર્યકર્તાઓને એક નિશ્ચિત જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં દરેક બુથ કાર્યકર્તાઓને 10 પરિવારો સાથે સંબંધ જાળવીને મત માટે તૈયાર કરવાના હોય છે. સરકારના કામની દરેક જાણકારી પહોંચાડવાની હોય છે. આ ઉપરાંત તે મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી લાવે છે. લોકસભામાં આ વાત સાબિત થઈ ગઈ કે, બુથ સૌથી મજબુત હતું. પરંતુ, રાજ્યસભામાં ભાજપને જોઈએ એવી કોઈ સફળતા મળી નથી. આ વર્ષે સાત રાજ્ય આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, હરિયાણા, મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાંથી ભાજપને મોટી પછડાટ પડી છે. માત્ર અરૂણાચલ પ્રદેશ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપને સત્તા મળી હતી.

હરિયાણામાં ખટ્ટર સરકાર ફરી સત્તા પર આવી. પરંતુ, બહુમત માટે ગઠબંધન કરવું પડ્યું હતું. મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્ય ભાજપે ગુમાવ્યા છે. લોકસભા મિશન 2019માં સફળતા પ્રાપ્ત કર્યા બાદ રાજ્યમાં મોદીના ચહેરાના જાદુ ચાલ્યો નથી. ભાજપની ચૂંટણી નાવ મઘદરિયે પર આવીને ડૂબી ગઈ હતી. રાજ્યમાં ભાજપની નિષ્ફળતાના અનેક કારણ હોઈ શકે છે. કારણ કે દરેક રાજ્ય પાસે પોતાની સમસ્યાઓ અને બીજા સમીકરણ છે. રાજ્યમાં કામ કરતા મોટા નેતાઓનું વલણ થોડું કડક, વધુ પડતો આત્મવિશ્વાસ અને લોકઅપીલ અસર કરી ન હતી. આ સિવાય પણ બીજા કેટલાક પાયાના કારણો હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp