અમદાવાદમાં આ બાબતને લઇને કોંગ્રેસના MLAએ CMને પત્ર લખ્યો, મેયર થયા નારાજ

PC: fbcdn.net

મેટ્રો સિટી અમદાવાદમાં દિન પ્રતિદિન રસ્તા પર રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. શ્વાનની પાછળ એક દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકા એક લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. હવે આ ફરિયાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પહોંચી છે. અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પત્ર લખીને આ બાબતે મુખ્યમંત્રીને જાણ કરી હતી. મુખ્યમંત્રીને કોંગ્રેસના ધરાસભ્યએ પત્ર લખતા અમદાવાદના મેયરે કહ્યું આવો કાગળ લખીને લોકોને ગેર માર્ગે દોરવાના ન હોય.

મહાનગરપાલિકા સ્વીકારી રહી છે કે, પાંચ વર્ષમાં શ્વાનના કરડવાના કુલ 2,91,235 કેસ નોંધાયા છે. જેમાં ગત વર્ષ 67,756 શ્વાનના કરડવાના કેસ નોંધાયા છે. ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખતા મેયર નારાજ થયા પણ આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે AMC કમિશનર અને ગૃહ વિભાગને નોટીસ ફટકારીને આ મામલે 5 ફેબ્રુઆરી સુધીમાં ખુલાસો આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

આ બાબતે મેયર બીજલ પટેલે જણાવ્યું હતું કે, પોતાના વિસ્તારના નગરસેવક તરીકે રહીશોને જાણ કરવાની હોય છે ન કે, આવા કાગળ લખીને લોકોને ગેરમાર્ગે દોરવાના હોય. બધી જ માહિતી ઇમરાન ખેડાવાલા પાસે છે. અત્યારે કેટલી કામગીરી થઇ છે અને કેટલી રસી આપવામાં આવી છે, ખસીકરણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થાય છે તેની તમામ માહિતી ઇમરાન ખેડાવાલાની પાસે છે જ એ માહિતી તેમને લોકો સુધી પહોંચડવાની હોય છે ના કે, આવો કાગળ લખીને લોકોને ગેરમાર્ગે દોરવાના હોય.

ઈમરાન ખેડાવાલાએ આ બાબતે જણાવ્યું હતું કે, 67,756 લોકોને એક વર્ષની અંદર લોકોને કુતરા કરડવાના બનાવો બન્યા છે. આ ખૂબ મોટો આંકડો છે. મારું અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધીસોને ખાસ કહેવાનું કે, માસિક 30 લાખ રૂપિયાનો ખર્ચ કરો છો, વાર્ષિક 3.60 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે પણ પરિણામ મળતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp