ધાનાણીના ગઢમાં કોંગ્રેસે 22 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા, જુઓ કોણ-કોણ છે

PC: Facebook.com

છેલ્લા થોડા સમયથી રાજકીય પાર્ટીઓમાં બળવાખોરોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે, એ પછી કોંગ્રેસ હોય કે BJP હોય. આ સ્થિતિને જોતા રાજકીય પાર્ટીઓ પણ સખત પગલા ઉઠાવે છે અને બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી નાખે છે, જેમાં તાજેતરમાં જ અમરેલી જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ત્રણે-ત્રણ નગરપાલિકામાં કોંગ્રેસના નેતાઓએ બળવો કરતા તેમની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બળવાખોરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. બળવો કરીને ચૂંટાયેલા સાવરકુંડલા અને અમરેલી નગરપાલિકાના પ્રમુખ સહિત 22 સભ્યોની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું, પરંતુ BJP સાથે તોડજો કરીને અમરેલી અને સાવરકુંડલામાં બળવો કરીને પ્રમુખ ચૂંટાયા હતા, જ્યારે બગસરામાં BJPનું શાસન આવ્યું હતું. આ ઘટના બાદ કોંગ્રેસે અમરેલી જિલ્લા કોંગ્રેસના 15, સાવરકુંડલા પાલિકાના 4 અને બગસરા કોંગ્રેસના 3 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.

અમરેલી નગરપાલિકાના સસ્પેન્ડ કરાયેલા સભ્ય

હાલના પ્રમુખ જયંતીભાઇ રાણવા

પુર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા

પ્રિતીબેન રૂપારેલ

જયંતીભાઇ રાણવા

મૌલિકભાઇ ઉપાધ્યાય

કોમલબેન રામાણી

નટુભાઇ સોજીત્રા

પંકજભાઇ રોકડ

અલકાબેન ગોંડલીયા

પ્રકાશભાઇ કાબરીયા

હિરેનભાઇ સોજીત્રા

માધવીબેન જાની

નવાબભાઇ ગોરી

શકીલભાઇ સૈયદ

પ્રવિણભાઇ માંડાણી

જયશ્રીબેન ડાબસરા

કંચનબેન વાઘેલા

સાવરકુંડલા નગરપાલિકાના સસ્પેન્ડ કરાયેલા સભ્ય

હાલના પ્રમુખ વિપુલભાઇ ઉનાવા

નયનાબેન કાપડીયા

ગીતાબેન દેગામા

કૈલાશબેન ડાભી 

બગસરા નગરપાલિકાના સસ્પેન્ડ કરાયેલા સભ્ય

મુકતાબેન નળીયાધરા

ભાવનાબેન કટેસીયા

દિલુભાઇ મકવાણા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp